google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratઝઘડિયા રાણીપુરા વચ્ચે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે બાળ દિપડાનુ...

ઝઘડિયા રાણીપુરા વચ્ચે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે બાળ દિપડાનુ મોત

- રાત્રે ૮ વાગ્યા દરમ્યાન દિપડાનુ બચ્ચુ સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ધસી આવતા અજાણ્યા વાહનની ટક્કરે મોતને ભેટ્યું - ઝઘડિયા વનવિભાગે બાળ દિપડાના મૃતદેહનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકામાં અવાર નવાર દિપડાઓ ખોરાકની શોધમાં માનવ વસાહતો નજીક ધસી આવતા હોવાની વાતો જગ જાહેર છે અને દિપડાઓ ખોરાકની શોધમાં રાત્રી દરમ્યાન ધોરીમાર્ગ પર પણ આવી ચઢતા વાહનોની અડફેટમાં આવી જતા હોવાના બનાવો પણ ભુતકાળમાં બન્યા છે,આવાજ એક બનાવ મુજબ ગુરૂવારની રાત્રી દરમ્યાન ઝઘડિયા રાણીપુરા ગામ નજીક સરદાર પ્રતિમા ધોરીમાર્ગને જોડતા માર્ગ પર દિપડો તથા તેનુ બચ્ચું‌ ધોરીમાર્ગ ક્રોસ કરતા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા માત્ર બાળ દિપડાનુ મોત નિપજ્યુ હતુ.ઘટના અંગે ઝઘડિયા વનવિભાગને માહિતી મળતા વનવિભાગના કર્મીઓ તાત્કાલિક અકસ્માત વાળા સ્થળે પહોંચી બાળ દિપડાના મૃતદેહનો કબ્જો મેળવી નિયમો અનુસાર અંતિમ સંસ્કાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે દિપડાઓ વધારે પ્રમાણમાં શેરડીના ખેતરોમાં વસવાટ કરતા હોઈ છે હાલ શેરડી કટીંગની સીઝન ચાલતી હોઈ દિપડાઓ સહ પરિવાર પોતાના નવા આશ્રયસ્થાનોની શોધમાં બહાર દેખાવા લાગ્યા છે.હાલ વનવિભાગની ટીમો દ્વારા દિપડાની હાજરી વાળા સ્થળોએ પાંજરાઓ ગોઠવી દિપડાઓને પકડવાની કવાયત હાથધરવામાં આવી છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!