google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratભરૂચ માર્ગ અને મકાન તેમજ નેતાઓને શરમ આવે તેવો બનાવ : વાહનને...

ભરૂચ માર્ગ અને મકાન તેમજ નેતાઓને શરમ આવે તેવો બનાવ : વાહનને નુકશાન ન થાય તે માટે ચાલકોએ જાતે ખાડા પૂરવાનો વાળો આવ્યો

- ઝઘડિયા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગની ફરજ બેદરકારીના કારણે વાહન ચાલકોએ જાતે ખાડા પૂરવાનો વાળો આવ્યો - સરદાર પ્રતિમા ધોરીમાર્ગ સહિતના માર્ગો પ્રથમ વરસાદે મોટા ખાડાઓ પડયા બાદ પણ માર્ગ અને મકાન વિભાગ ધોર નિંદ્રામાં સુઈ રહેતા વાહન ચાલકોએ સેલ્ફ સર્વિસ અપનાવી

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા પંથકના નેતાઓ અને અધિકારીઓને જાણે પ્રજાની કોઈ ચિંતા જ નથી તે મુજબ તાલુકાના તમામ વિભાગો પોતાની ફરજ નિભાવવામાં બેદરકાર અને આળસુ રહ્યા છે.જેમાં ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તો તેની નફ્ફટાઈની પણ હદ વટાવી ચૂકી છે.ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ સહિતના અન્ય માર્ગો પ્રથમ વરસાદે જ ચીંથરેહાલ થયા છે.છેલ્લા ૧૫ દિવસથી વરસાદની મોસમ જામી છે.પ્રથમ વરસાદમાં જ ઉમલ્લા,રાજપારડી,ઝઘડિયા,ગુમાનદેવ,નાના સાજાં ફાટકથી મુલદ રોડ,જીઆઈડીસીને જોડતા માર્ગ સહિતના માર્ગો પર મસ મોટા ખાડા પડયા છે.ખાડા એટલી હદે પડયા છે કે લક્ઝરી બસના ચાલકો પણ આ ખાડાઓની સામે હિંમત હારી ગયા છે.તો નાના વાહનો બાઈક ચાલકોની શુ વિસાત? તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈપણ સમારકામની કામગીરી હાથ ધરાઈ નથી.ત્યારે આજરોજ એક અજુગતો જ કિસ્સો જોવા મળ્યો હતો.જેમાં ઝઘડિયા જીઆઈડીસીમાં આવતી અસંખ્ય લક્ઝરી બસોના ચાલકો આનાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ત્યારે એક લક્ઝરી બસના ચાલકે ક્યાંકથી પોતાની લક્ઝરી બસમાં પથ્થર ભરી લાવી માર્ગ ઉપર પડેલા ઉંડા ખાડો પુરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.ત્યારે આ ઘટના માર્ગ અને મકાન વિભાગને શરમાવે તેવી બની રહી છે.લક્ઝરી બસના ક્લીનર અને ચાલકે પોતે ઊંડા ખાડાની અંદર પોતાના વાહનને નુકસાન ન થાય તે માટે પથ્થરો પૂરવાની યુક્તિ અજમાવી છે.ત્યારે એવું કહી શકાય કે ભરૂચ જીલ્લાનું જવાબદાર વહીવટી તંત્ર નીરાંતે મોનસુનની મજા માણતું હોય અને રોડ ટેક્સ,ટોલ ટેક્સ ભરનારા વાહન ચાલકોએ ખાડાઓ પુરવાની સેલ્ફ સર્વિસ કરવી પડે છે તે ભરૂચ જી લ્લાના વહીવટી તંત્ર અને સત્તાપક્ષ માટે શરમજનક કહી શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!