google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઝઘડિયા ખાતે ગ્લોબલ વિકાસ ટ્રસ્ટ દ્વારા રાહત દરે કેળાના ટીસ્યુ કલ્ચર રોપ...

ઝઘડિયા ખાતે ગ્લોબલ વિકાસ ટ્રસ્ટ દ્વારા રાહત દરે કેળાના ટીસ્યુ કલ્ચર રોપ આપવામાં આવ્યા

- ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં પ્રથમ વખત રાહત દરે જી-૯ જાતના ૧૨ હજાર જેટલા ટીશ્યુના રોપા ઝઘડિયા તાલુકામાં આપવામાં આવ્યા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ગ્રામ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું લક્ષ લઈ ચાલતા ગ્લોબલ વિકાસ એ દેશના ૨૭ જીલ્લાઓમાં ચાર કરોડથી વધારે વિવિધ ફળફ્રુટના રોપા રાહત દરે આપી દેશના ૪ હજાર થી વધુ ગામડાઓમાં ૨૨ હજારથી વધુ ખેડૂત પરિવારના સમૂહ સાથે જોડાયેલી અને ખેડૂતો માટે કામ કરતી સંસ્થા છે, આ સંસ્થા દ્વારા આજરોજ ઝઘડિયા તાલુકાના ગામોમાં કેળના જી-૯ જાતના ટીશ્યુ કલ્ચરના આશરે ૧૨ હજાર જેટલા રોપા રાહત દરે આપવામાં આવ્યા છે.ભરૂચમાં પ્રથમ વખત આજરોજ ઝઘડિયા તાલુકાના ખેડૂત મિત્રોએ ટીશ્યુની આવેલી ડીલીવરીની ગાડીનું સ્વાગત કર્યું હતું અને ટીસ્યુના રોપાઓની ક્વોલિટીનું નિરીક્ષણ કરી સંતોષ અનુભવ્યો હતો.આજરોજ પાણેથા ગામના કુલ પ ખેડૂતોને ૧૨ હજાર કેળના રોપા રાહત દરે આપવામાં આવ્યા છે.ઝઘડિયા અને આસપાસના ગામોના ખેડૂત મિત્રોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તથા આગામી સમયમાં રાબેતા મુજબ ખેડૂત મિત્રોને તેમની માગણી મુજબ ડિલિવરી થતી રહેશે તેમ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!