(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના અને આદિવાસી સમાજમાં મસીહા તરીકે નામના ધરાવનાર ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુ વસાવા એ આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.આ શુભેચ્છા મુલાકાત દરમિયાન છોટુ વસાવા સાથે તેમના નાના પુત્ર અને બીએપીના ભરૂચ લોકસભાના ઉમેદવાર દિલીપ વસાવા, કોંગ્રેસના સહકારી આગેવાન સંદીપ માંગરોલા,બીએપીના રાષ્ટ્રીય મહામંત્રી અંબાલાલ જાદવ અને બીએપીની ટીમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.બીએપીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુ વસાવાની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથેની શુભેચ્છા મુલાકાત આવનાર લોકસભાની ચૂંટણી બાબતે થઈ હોવાનું તેઓ જણાવ્યું હતું અને લોકસભાની ચૂંટણી બાબતે તેઓએ વિસ્તૃતમાં ચર્ચા કરી હતી તેવું સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું.