વડોદરા શહેરમાં બે અનોખા ચોરની પોલીસે ધરપકડ કરી છે.આ ગેંગ ચોરી કરતા પહેલા ભુવા પાસે દાણા જોવડાવતા અને બાદમાં ચોરી કરવા નિકળતા હતા. જો કે, આ વખતે તેઓ પોલીસ સકંજામાં આવી ગયા છે.આ ગેંગે વડોદરા,અમદાવાદ,રાજકોટ,ખેડા,આણંદ અને દિલ્હીમાં ચોરી કરી તરખાટ મચાવ્યો હતો.ગેંગ મોટા ભાગે વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી હતી. રિક્ષામાં બેસાડી ગેંગના સભ્યો પણ પેસેન્જર તરીકે રીક્ષામાં બેસે અને બાદમાં સોનાના દાગીના કે રોકડની લૂંટ ચલાવતા હતા.
ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ વડોદરામાં પકડાયેલા ચોરો આશ્ચર્યમાં મૂકે તેવા છે. તેઓ ચોરી કરતાં પહેલા ભૂવા પાસે દાણા જોવડાવતા હતા.તે બાદ જ ચોરી કરવા નીકળતા હતા.આવા બે રીઢા ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે.આ ચોરોએ રાજ્યમાં વડોદરા,અમદાવાદ, રાજકોટ, ખેડા,આણંદ ઉપરાંત દિલ્હીમાં તરખાટ મચાવ્યો હતો.આ સાથે જ બીજી પણ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જે વાત જાણી આપણે પણ સાવચેત રહેવાની જરૂર છે.આ ચોરો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસી અન્ય પેસેન્જર પાસેથી રોકડ અને દાગીના સેરવી લેતા હતા. રિક્ષાનો નંબર કોઈ જોય ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટ પર ફૂલો રાખતા હતા. ઝડપાયેલા આરોપીઓ મોટેભાગે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવતા હતા.બંને આરોપીઓની પૂછતાછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.આઠ સભ્યોની ગેંગ જુદા-જુદા શહેરમાં સક્રિય થઈ ચોરીને અંજામ આપતી હતી.
અમદાવાદનો રમેશ ઉર્ફે ભોટી શંકરભાઈ નાયક રિક્ષા ચલાવતો હતો.રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર રિક્ષામાં પેસેન્જર બનીને ગુનાને અંજામ આપતો હતો. ચોરી વખતે એક મોપેડ ચાલક રિક્ષાની આગળ રહેતું હતું.કોઈ મુવમેન્ટ જણાય તો ટીમના માણસોને એલર્ટ કરી દેતો હતો.આ સમગ્ર મામલે પોલીસે ગેંગના છ સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા છે.જ્યારે ઝડપાયેલા બે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.