(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તે ઉત્તરવાહિની પંચકોષી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે.આજે પહેલા દીવસે મોટી સંખ્યાના શ્રદ્ધાળુઓએ સવારથી પરિક્રમા શરુ કરી છે.આજથી ૩૦ દિવસ ચાલનારી આ પરિક્રમામા લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવના છે એ માટે વહીવટી તંત્રએ સુંદર વ્યવસ્થા કરી છે.
ચૈત્ર માસના પ્રારંભની અમાસથી ચૈત્ર માસ સુધી ૩૦ દિવસ સુઘી ચાલનારી નર્મદા પંચાકોષી પરિક્રમા માં દરવર્ષે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા પરિક્રમા કરવા આવે છે.દેશભર માંથી લોકો અહીંયા પરિક્રમા કરવા આવે છે.જેનું વિશેષ મહત્વ હોઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.આજે પહેલા દીવસે મોટી સંખ્યામા ભક્તો ઉમટ્યા હતા.જોકે પ્રસાશન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામા આવી છે.
પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રાખ્યો છે.રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની લાઈફ જેકેટની સુવિધાઓ સાથે બોટની સંખ્યા વધારવામા આવી છે શ્રદ્ધાળુઓ માટે વિસામોમાટે ડોમ પહેલીવાર બનાવાયો છે.પરિક્રમા પથ સહિત સુરક્ષાની વ્યવસ્થાથી ભક્તોએ ખુશી વ્યક્ત કરી હતી.તો બીજી તરફ ભોલે ગ્રુપ સહીત અન્ય સેવાભાવી સંસ્થાઑ દ્વારા ચા નાસ્તાજમવાની પણ સુવિધા કરાઈ છે.
વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ,આરોગ્ય, સલામતી, છાંયડો,પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડીંગ રૂમ, કન્ટ્રોલરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.