google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratનર્મદા જીલ્લામાં જોર શોરથી શરૂ થયું લાભાર્થી સંપર્ક અભિયાન 

નર્મદા જીલ્લામાં જોર શોરથી શરૂ થયું લાભાર્થી સંપર્ક અભિયાન 

- સરકારી યોજનાના લાભ મેળવનારા લાભાર્થીઓનો ઘરે ઘરે જઈને કાર્યકર્તાઓ સંપર્ક કરશે : સાથે પ્રવાસી કાર્યકરો પણ આ અભિયાનમા જોડાશે - 100% કામગીરી કરવા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે લાભાર્થીઓ ની યાદી આપી માર્ગદર્શન આપ્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

લોકસભાની ચૂંટણીને હવે ખૂબ ઓછા દિવસ રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીના આહવાહન મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ ભાજપે છેવાડાના માનવી સુધી પહોંચાડ્યો છે ત્યારે દરેક જિલ્લામા કેટલા લોકોને સરકારની કઈ કઈ યોજનાનો લાભ મળ્યો તેનો સર્વે જાણકારી મેળવવા લાભાર્થી સંપર્ક અભિયાન શરૂ કર્યું છે.

નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલે અંગત રસ લઈને આ લાભાર્થી સંપર્ક અભિયાનને જાતે હાજર રહી મેં કાર્યકર્તાઓ ને વિવિધ મિટિંગો બેઠકો કરીને માર્ગદર્શન આપી રહ્યા છે.જેમાં આજે રાજપીપલા શહેર લાભાર્થી સંપર્ક અભિયાનઅને નાંદોદ સહિત વિવિધ તાલુકા પંચાયત બુથ ની કાર્યશાળા એ.પી.એમ.સી રાજપીપલા ખાતે રાખવામાં આવીહતી.જેમાં નગરપાલિકાના પ્રમુખ/ ઉપપ્રમુખ તેમજ તાલુકાના સદસ્ય અને રાજપીપલા શહેરના પ્રમુખ/ મહામંત્રી તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

રાજપીપલા અને તાલુકા પંચાયતના વિવિધ બુથપર ઘરે ઘરે જઈને લાભર્થીઓનો રૂબરૂ સંપર્ક કરી ટેના મોબાઈલમાંથી મિસકોલ મારી સરકારની યોજનાનો મળેલ લાભ અંગેનો મુલાકાત વિડિઓ સરળ એપ મા ફરજીયાત અપલોડ કરવાની માહિતી માર્ગદર્શન પ્રમુખ ઘનશ્યામ પટેલે આપી હતી.

આગામી લોકસભા ચૂંટણીમા આ સરકારે કરેલા કામોનો ગ્રાફ વોટમાં તબદીલ થાય તો ભાજપાને મોટો ફાયદો થશે લોકો ભાજપાને વિકાસ ના નામે વોટ આપશે એવી અપેક્ષા સેવાઈ રહી છે.છેલ્લા એક સપ્તાહથી જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ આ અભિયાનને સફળ બનાવવા અંગત રસ લઈને જાતે ભારે જહેમત ઉઠાવી કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!