google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratઝઘડિયા તાલુકામાં થતી સીમ ચોરીઓનો સામાન ખરીદવામાં ભંગારીઆઓની મુખ્ય ભુમિકા હોવાની આશંકા

ઝઘડિયા તાલુકામાં થતી સીમ ચોરીઓનો સામાન ખરીદવામાં ભંગારીઆઓની મુખ્ય ભુમિકા હોવાની આશંકા

- તાલુકામાં ભંગારનો ધંધો કરતા સ્થાનિક ભંગારીયાઓ જરૂરી નિયમો જાળવતા નહિ હોવાની વ્યાપક લોકબુમો - ભંગારના વેપારીઓને ભંગાર લાવી આપતા પર પ્રાંતિય ફેરીયાઓનું પોલીસ વેરિફિકેશન થયેલું હોય છે ખરું?

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં અવારનવાર થતી સીમ ચોરીઓને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. તાલુકામાં મુખ્યત્વે લાંબા સમયથી નાની મોટી સીમ ચોરીઓ થતી હોવાની વાતો સામે આવી છે. સીમ ચોરીઓના કેટલાક બનાવો બાબતે પોલીસ ફરિયાદો થાય છે અને ઘણીખરી ઘટનાઓમાં પોલીસ ફરિયાદો નહિ થતી હોવાથી આ ઘટનાઓ પ્રકાશમાં નથી આવતી.સીમ ચોરીઓના જે કિસ્સાઓમાં ફરિયાદો થાય છે તેમાંથી ઘણી ચોરીઓના ભેદ વણઉકલ્યા રહેતા હોઈ ઘણા ખેડૂતો ફરિયાદ કરવા આગળ નથી આવતા.સીમ ચોરીની ઘટનાઓને અંજામ આપતા સીમચોરો ખેતરો માંથી પાણીની મોટરોને લગતા સામાન સહિતની સિંચાઈ માટેની જરૂરી વસ્તુઓની ઉઠાંતરી કરતા હોવાથી ખેડૂતોને ખરા સમયે પાકને પાણી આપવામાં તકલીફ ઉભી થતી હોવા ઉપરાંત નુકશાન થયેલ કે ચોરાઈ ગયેલ સામાન નવો મંગાવવાનો ખર્ચ એમ બેવડું નુકશાન વેઠવાનો વારો આવે છે.તાલુકામાં થતી સીમચોરીઓનો મુદ્દામાલ ભંગારના વેપારીઓ પાસે પહોંચી જતો હોવાની વાતો લાંબા સમયથી ચર્ચામાં છે,પરંતું સક્ષમ પોલીસ કાર્યવાહીના અભાવે ભંગારનો બે નંબરીયો વ્યવસાય કરતા ભંગારીઆઓ ખુલ્લેઆમ તેમની હીન પ્રવૃત્તિ ચાલું રાખતા હોય છે.તાલુકામાં કેટલાક ભંગારના વેપારીઓ જાણે ચોરીનું ભંગાર લેવાનો તેમનો જન્મસિધ્ધ હક હોય એમ ખેડૂતોના ભોગે તેમનો બે નંબરીયો ધંધો ચાલુ રાખતા હોવાની બુમો ઉઠવા પામી છે.તાલુકાના મહત્વના વેપારી મથકોએ ભંગારના ગોડાઉનો ખોલી આડેધડ જરૂરી નિયમોનું ઉલ્લંઘન કરી બે નંબરીયો ભંગારનો વ્યવસાય કરતા આવા ભંગારીઆઓને જાણે હવે કોઈનો ડર કે શરમ હોય એમ લાગતું નથી.ત્યારે આવા બે નંબરીયાઓને છાવરતું તંત્ર પણ એમની સાથે આડકતરી રીતે સંડોવાયેલું હોય એવી શંકા જાગે તે વાત અસ્થાને તો નજ ગણાય ! ભંગારના ગોડાઉનો ઉભા કરીને બેઠેલા વેપારીઓને ગામડાઓ માંથી ભંગાર ભેગું કરીને આપનારા ફેરીયાઓની પણ આ બાબતે મહત્વપુર્ણ  ભુમિકા રહેલી છે.આવા ફેરીયાઓમાં મોટાભાગના ફેરીયાઓ પરપ્રાંતિય ઈસમો છે.સામાન્ય રીતે રાજ્ય બહારથી આવીને રહેતા પરપ્રાંતિય ઈસમોની પોલીસ દફતરે નોંધણી થયેલ હોવી જોઈએ,પરંતું આવા કેટલા પરપ્રાંતિયોની પોલીસ દફતરે નોંધણી થયેલી છે ? એ બાબતે પણ સવાલો ઉભા થયા છે.તાલુકામાં ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા ફેરીયાઓની વાત કરીએ તો એમાં ઝઘડિયા, જીઆઈડીસી,રાજપારડી, ઉમલ્લાને મહત્વનું મથક ગણી શકાય.વળી ભંગારનો વ્યવસાય કરતા વેપારીઓેએ પોતે કોની પાસેથી ભંગાર ખરીદયું તેની નોંધ રાખવી જરૂરી ગણાય,પરંતું આવા જરૂરી નિયમોનું પણ પાલન નથી કરાતું,જેને લઇને આવા ભંગારના વેપારીઓ બે નંબરીયા વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની શંકાઓ સ્વાભાવિક રીતે ઉદ્દભવે છે ત્યારે સ્થાનિક તંત્ર જો આ બાબતે જરૂરી તપાસ માટે રસ ન બતાડે તો જીલ્લા સ્તરેથી સંબંધિત અધિકારીઓએ આગળ આવવું જોઈએ તેવી તાલુકાની જનતામાં માંગ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!