નેત્રંગ,
કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજપીપળા થી ભરૂચ જીલ્લામાં પ્રવેશી હતી. ભારત જોડો ન્યાય યાત્રા નેત્રંગ ખાતે પહોંચે તે પહેલાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ડીજે અને ઢોલ નગારાના તાલે લોકો જમ્યા હતા.ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા આદિવાસી સૌથી વધુ વસ્તી દેશ માં હોવા છતાં સરકાર તેમનું શોષણ અને જંગલ જમીન માં તેમના હક્કો પર તરાપ મારી રહી છે.તેમજ અગ્નિ વીર યોજના ભારાસ રૂપ દેશ માટે સૈનિકો ને માત્ર ૬ મહિના માં કેવી રીતે તૈયાર થાય અને કેવી રીતે લડે તેવો સવાલ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી ઉઠાવ્યા હતા.
મણિપુર થી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા કાઢી છે.જે આજરોજ નર્મદા જીલ્લામાં પ્રવેશતા રાજપીપલા ખાતે પહોંચી હતી જ્યાં રાહુલ ગાંધીને સુપ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ માતાજી મંદિર ખાતે દર્શન અને પૂજા કરી હતી.ત્યાંથી ખુલ્લી જીપમાં રાહુલ ગાંધી નર્મદા જીલ્લામાં ફરતા ફરતા ભરૂચ જીલ્લાના નેત્રંગ ખાતે આવી પહોંચ્યા હતા.જ્યાં ઈન્ડિયા ગઠબંધનના આપ અને કોંગ્રેસ બંનેના કાર્યકરો હજારોની સંખ્યામાં નેત્રંગ ચોકડી પર એકત્ર થઈ ડીજી સાથે આદિવાસી લોકગીત સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું.નેત્રંગ ખાતે ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.નેત્રંગ ચોકડી ખાતે મોટા મોટા હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા છે.સમગ્ર નેત્રંગ પંથકમાં જાણે તહેવાર હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.આખા નેત્રંગ અને કોંગ્રેસના ધ્વજ લગાવવામાં આવ્યા છે.ડીજે અને ઢોલ નગારાના તાલે જુમી રહ્યા છે.ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જીલ્લા માંથી મોવી ગામ થઈને ભરૂચ જીલ્લામાં પ્રવેશી હતી.ત્યારે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા,આપ નેતા ગોપલ ઈટાલીયા સહીત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિહ રણા,ભરૂચ જીલ્લા પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.
ગોપાલ ઈટાલીયાએ ભાજપની હારની શરૂઆત ભરૂચ જીલ્લા માંથી થવાનો હૂંકાર કર્યો હતો.તો રાહુલ ગાંધીની યાત્રાને ઈન્ડિયા ગઠબંધન જેમ ભારત જોડો યાત્રા ખરેખર તમામને એકજુથ કરવાની યાત્રા ગણાવી હતી.
રાહુલ ગાંધીએ ખુલ્લી જીપ માંથી જ પોતાની આગવી શૈલીમાં આપે બોલાવ્યો એટલે યાત્રા લઈ આવ્યો છું. દેશ માં સૌથી વધુ આદિવાસી તેમજ પછાત વર્ગના લોકો હોવા છતાં દેશ માં તેમની ભાગીદારી નથી. ભાજપ સરકાર દ્વારા તેમના હક્કો પર તડાપ મારી રહી છે.ત્યારે કોંગ્રેસ સરકાર આવશે તો આદિવાસી ની ભાગીદારી વધારશે તેમજ તેમના હક્કો આપશે.તો કેન્દ્રની અગ્નિવીર યોજના પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
જે બાદ ભારત જોડો ન્યાય યાત્રા સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે જવા રવાના થઈ હતી.