google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeદહેજ સેઝ - ૧ ના કસ્ટમ ઈન્સ્પેકટરને ૪૦ હજારની લાંચ લેતા ભરૂચ...

દહેજ સેઝ – ૧ ના કસ્ટમ ઈન્સ્પેકટરને ૪૦ હજારની લાંચ લેતા ભરૂચ એસીબીએ ઝડપી પાડ્યો

- ફરિયાદીનું સિવિલ કામ પૂર્ણ થતાં માલ સમાન બહાર પરત લઈ જવા માટે જરૂરી સહી સિક્કા કરવા માંગી હતી લાંચ

ભરૂચ,

ભરૂચ એસીબીના પોલીસ ઈન્સ્પેકટર એમ.જે.શિંદે દ્વારા છટકુ ગોઠવવામાં આવતા કસ્ટમ ઈન્સ્પેક્ટર રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.

હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી શાખાએ અભિયાન હાથધરી લાંચીયા અધિકારીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે.ત્યારે વિવિધ જીલ્લાઓમાં લાંચિયા અધિકારીઓ ઉપર તવાઈ બોલાવી લાંચ લેતા ઝડપી પાડી કાર્યવાહી કરી રહી છે.ત્યારે ભરૂચમાં પણ વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો.જેમાં ભરૂચ જીલ્લાના દહેજ સેઝ – ૧ માં ફરિયાદી કંપનીઓમાં ગ્રીનફિલ ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો વેપાર કરતા હતા.આ પ્રોજેક્ટમાં તેઓને દહેજ જીઆઈડીસીમાં આવેલ સેઝ – ૧ ના ગેટની અંદર સિવિલ સેન્ટીંગનો સામાન લઈ જવા માટે અને સામાન બહાર કાઢવા માટે સેઝ – ૧ ના ગેટ પર ચેકિંગ કરાવી પેપર પર સહી અને સિક્કો મરાવવાનો હોય છે.આ બનાવમાં ફરિયાદીનું સેઝ – ૧ માં ચાલતું કામ પૂરું થઈ જતા સામાન પરત લેવા માટે જરૂરી સહી સિક્કા માટે દહેજ સેઝ – ૧ ના કસ્ટમ ઈન્સ્પેક્ટર મુકેશકુમાર રામજીન સિંગે તેઓ પાસે રૂપિયા ૪૦ હજારની લાંચની માંગ કરી હતી.પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ ભરૂચ એસીબીનો સંપર્ક કરતા એસીબીના પોલીસ ઈન્સ્પેકટર એમ.જે.શિંદે દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું.જેમાં કસ્ટમ ઈન્સ્પેક્ટર રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા જતાં લાંચ રૂશ્વત વિરોધી શાખાએ અધિકારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!