(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદાના એકતાનગર માં ASI 3000 ની લાંચ લેતા ઝડપાયા છે.અગાઉ આંકડા જુગારનો ધંધો કરતા વ્યક્તિ પાસેથી ફરીથી ધંધો કરવા દેવા માટે લાંચ લેતા ભરુચ એસીબી એ સફળ ટ્રેપ ગોઠવી ASI ને 3000ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
નર્મદા જિલ્લાના એકતાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને ASI માં પ્રમોશન થયે મહિનો નથી થયો એવા ૩૪ વર્ષીય યુવાન ધવલ વાડીલાલ પટેલે આંકડા જુગારનો ધંધા કરતા એક બુટલેગરને તેનો જુનો વ્યવહાર બાકી છે તે બાબતની પતાવટ કરવા જણાવ્યું હતું.આ ASI ધવલ પટેલે ફોન કરી ફરિયાદી પાસેથી 3000ની લાંચની માંગણી કરેલી અને ફરી ધંધો ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા જણાવ્યું હતું.
નર્મદાના એકતાનગર માં ASI 3000 ની લાંચ લેતા ઝડપાયાછે.અગાઉ આંકડા જુગારનો ધંધો કરતા વ્યક્તિ પાસેથી ફરીથી ધંધો કરવા દેવા માટે લાંચ લેતા ઝડપાયા હતા.ભરૂચ એસીબીએ સફળ ટ્રેપગોઠવતા ઝડપાઈ ગયા હતા.તેમને પ્રતિમા હોટલની બાહર, કેવડીયા મેઈન બજાર, કેવડીયાથી રંગે હાથે લાંચ લેતા ઝડપી લેવાયા હતા.ફરિયાદી પાસેથી 3000ની લાંચની માંગણી કરેલી અને ફરી ધંધો ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા જણાવ્યું હતું.ASI ધવલભાઈ વાડીલાલ પટેલ ઉ.વ.૩૪, એ.એસ.આઈ વર્ગ-૩, બીટ નં.૧, એકતાનગર પોલીસ સ્ટેશન, (કેવડીયા) તા.ગરૂડેશ્વર, ઝડપાયા હતા.લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એસીબીને ફરિયાદ કરતા છટકુ ગોઠવ્યુ હતું.