ભરૂચ,
ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના જીવંત પ્રસારણનું આયોજન કરાયું હતું.
અયોધ્યામાં શ્રીરામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરે કોઠારી સ્વામીની ઉપસ્થિતિમાં આયોજિત કરાયું હતું. હજારો હરિભક્તો સાથે કાર્યકમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, નિશાંત મોદી હેમેન્દ્ર પ્રજાપતિ, કૌશિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શ્રીરામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળી ધન્યતા અનુભવી હતી.સાથે જ અનિર્દેશ સ્વામી, હરિભક્તો અને ભાજપ અગ્રણીઓ દ્વારા આ અવસરે સામુહિક આરતી ઉતારી ભગવાન શ્રીરામના અયોધ્યા ધામમા આગમન અને સ્થાપનને આસ્થાભેર વધાવી લેવામાં આવ્યું હતું.