google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 16, 2024
HomeGujarat2024 ની ચૂંટણી માટે ભરૂચ ભાજપની સંપૂર્ણ તૈયારીઓ : કાર્યકરો લોકસભા ચૂંટણી...

2024 ની ચૂંટણી માટે ભરૂચ ભાજપની સંપૂર્ણ તૈયારીઓ : કાર્યકરો લોકસભા ચૂંટણી માટે આતુર

- ભરૂચ જિલ્લા ભાજપની નવા વર્ષના પેહલા દિવસે જ કારોબારી બેઠક મળી - જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને સરકારી વિવિધ યોજનાઓ, પાર્ટીના વિવિધ કાર્યકમોને લઈ ચર્ચા સાથે આયોજન કરાયું - જિલ્લા કારોબારી બાદ તમામ 14 મંડળની કારોબારી બેઠક મળશે

ભરૂચ,
ભરૂચ જિલ્લા ભાજપ આગામી 2024 ની લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છે તેમ આજે નવા વર્ષના પેહલા દિવસે મળેલી જિલ્લા કારોબારીમાં પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ મીડિયાને જણાવ્યું હતું.
ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક બાદ વિવિધ જિલ્લામાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી.કારોબારી બેઠકનો મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો.બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધીત કર્યા હતા.
બેઠકમાં 2024 ની લોકસભાની ચૂંટણી, આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો, આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ 14 મંડળોમાં બેઠકનું આયોજન કરાશે.જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે.ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે, પ્રદેશ બાદ આજે જિલ્લા કારોબારી મળી હતી. હવે તમામ મંડળોમાં બેઠક મળશે. લોકસભા 2024 ની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભાજપનો દરેક કાર્યકર ચૂંટણી માટે સજ્જ અને આતુર છે. આજની બેઠકમાં આગામી ચૂંટણી સાથે સંગઠન, આગામી સમયમાં પક્ષના જિલ્લામાં વિવિધ કાર્યકમો, સરકારી યોજનાઓ અને તમામ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પોહચાડવા ચર્ચા કરવા સાથે વિસ્તૃત આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
ભાજપ જિલ્લા કારોબારી બેઠકમાં સંગઠન પ્રભારી અશોકભાઈ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ,વિનોદ પટેલ, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા,રમેશ મિસ્ત્રી, ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા સહિત જિલ્લાના આગેવાનો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!