Sunday, March 3, 2024
spot_img
HomeGujaratભરૂચ ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન મંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયું

ભરૂચ ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન મંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયું

- આ પ્રસંગે સાંસદ રમીલા બહેન બારા,ભરૂચ સાંસદ મનસુખ વસાવા સહિત પ્રભારી સહીત આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિ - ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જીતશે : મંત્રી મુકેશ પટેલ

ભરૂચ,
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન જ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રમીલાબહેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આગામી સમયમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્ષન મોડમાં આવી ગયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ મંગળવારના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા.ત્યારે ભરૂચમાં પણ મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચના કોલેજ રોડ પર બનાવવામાં આવેલ કાર્યાલયનું રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબહેન બારાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા, ડી કે સ્વામી,ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, મોતીલાલ વસાવા, અશોકભાઈ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યુ હતું કે ગત બે ટર્મની જેમ આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો 5 લાખ મતની જંગી લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!