ભરૂચ,
ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે રવિવારે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
પત્રકારો સાથે હોળી-ધુળેટી પર્વે સ્નેહમિલન કાર્યકમમાં મનસુખ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી,જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હમેન્દ્ર પ્રજાપતિ, શહેર જિલ્લાના પત્રકાર મિત્રો સહિતના જોડાયા હતા.ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ ધુળેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી.
ભરૂચના 6 ટર્મથી સાંસદ અને 7મી વખત ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ તેઓની કારકિર્દીમાં મીડિયા મિત્રોનો પણ વિશેષ સહયોગ રહ્યો હોવાનું કહી. હોળી-ધુળેટી પર્વે ભૂતકાળના નકારાત્મક વિચારો હોળીમાં હોમી દેશ અને ભરૂચના ઉજ્જવળ ભવિષ્ય માટે હકારાત્મક વિચારો સાથે આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ ભાંગ્યું ભાંગ્યું ભરૂચની કહેવત ભાંગી આજે ભૃગુઋષિનું ભવ્ય ભરૂચ બની રહ્યું હોય. આવનારા સમયમાં દરેકને રોજગારી, તમામ યોજનાઓ લાભાર્થીઓ સુધી પોહચે એવી તમામ કામગીરી સાથે દેશ સાથે ભરૂચ પણ ભાજપ અને મોદીજીની આગેવાનીમાં સમૃદ્ધ બનવાનું હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ 7મી વખત ભરૂચ બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા મનસુખભાઈની જનસંઘથી લઈ ભાજપા સુધીની રાજકીય સફરનો ચિતાર આપ્યો હતો. સાથે તેઓની નિષ્ઠા અને પ્રમાણિકતાની મોદીજી પણ સરાહના કરતા હોય ભરૂચના વિકાસ અને લોકોના કામ માટે સતત કાર્યશીલતાને તેમનું જમા પાસું ગણાવ્યું હતું.