ભરૂચ,
ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચો અને સોશિયલ મીડિયા ના સંયુકત ઉપક્રમે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહીદ દિન નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચો અને સોશ્યલ મીડિયાના સંયુકત ઉપક્રમે કોલેજ રોડ પર આવેલ ભાજપ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,મહામંત્રી નિરલ પટેલ,ભાજપ જિલ્લા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.રકતદાન શિબિરમાં 50 જેટલા રક્ત યુનિટનું એકત્રિત થયું હતું.