ભરૂચ,
ભરૂચ જીલ્લાને કર્મભૂમિ બનાવનાર પરપ્રાંતીય પરિવારો તેમના પરંપરાગત પર્વ છઠ્ઠ પૂજાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે.ત્યારે દિનકર સેવા સમિતિના અને અંકલેશ્વર છઠ્ઠ પૂજા સમિતિ નેજા હેઠળ ગોલ્ડના બ્રિજના અંકલેશ્વર છેડે અને ભરૂચના સરદાર બ્રિજ નજીક કનક સંકટ મોચન હનુમાન મંદિરના ઓવરા ખાતે છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.ભરૂચ જીલ્લામાં વસતા દરેક પ્રાંતના લોકો તેમના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિને જીવંત અને ધબકતી રાખે છે.ઔધોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલાં ભરૂચ જીલ્લામાં દેશના જુદા-જુદા પ્રાંતથી આવેલાં હજારો લોકો સ્થાયી થયા છે.રોજગાર માટે ભરૂચ જીલ્લાને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગેચંગે ઉજવણી કરતાં હોવાથી જીલ્લામાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે.ભરૂચ જીલ્લામાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ્ઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે.ભરૂચમાં હજારોની સંખ્યામાં ઉત્તર ભારતીયો વસે છે,ત્યારે ભરૂચમાં દિનકર સેવા સમિતિ દ્વારા વર્ષોથી છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી દિનકર સેવા સમિતિ અને દ્વારા સરદાર બ્રિજ નજીક આવેલ કનક સંકટમોચન હનુમાન મંદિરના ઓવરા ખાતે છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ દિનકર સેવા સમિતિના આયોજકો દ્વારા નર્મદા ઘાટ પર છઠ્ઠ પૂજા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે દિનકર સેવા સમિતિના પ્રમુખ જીતેન્દ્ર રાજપૂત,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જીલ્લા પ્રમુખ ભાજપ મારૂતિસિંહ અટોદરિયા,ભાજપ મહામંત્રી નિરલ પટેલ,ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ,નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત દિનકર સેવા સમિતિના સભ્યો ઉપસ્થિત રહી છઠ્ઠ પુજાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.
ભરૂચ જીલ્લામાં છઠ્ઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી
- જીલ્લામાં વસતા પરપ્રાંતીય દ્વારા હર્ષોલ્લાસ સાથે નર્મદા નદીમાં કમરસમા પાણીમાં ઉતરી પૂજા કરી ઉજવણી કરી