ભરૂચ,
ભરૂચમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી હતી.આ અવસરે લોકો એકબીજાને ખુશીથી ગળે લગાવીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.ભરૂચ શહેર અને જીલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ભરૂચ શહેર અને જીલ્લામાં બુધવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી.લોકોએ ચાંદના દીદાર કરીને એક બીજાને ચાંદ મુબારક પાઠવી હતી.જેના બીજા દિવસે ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી હતી.ઈદના દિવસે નાના-મોટા અને વડીલ લોકો નવા કપડા પહેરીને મસ્જિદમાં જઈને નમાઝ અદા કરે છે અને અલ્લાહ તાલાને પાસે શાંતિ અને સુખ માટે દુવાઓ કરી હતી.ભરૂચ શહેર અને જીલ્લામાં આવેલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાજ અદા કરી હતી.નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાવી ઈદ મુબારકબાદી પાઠવી હતી.આજના પર્વને ઈદ-ઉલ-ફિત્ર અથવા મીઠી ઈદ પણ કહેવામાં આવે છે.પવિત્ર રમઝાન માસના અંતમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે.આ સાથે જ રોજા અને રમઝાન માસનો અંત થાય છે.મુસ્લિમ સમાજના લોકોએ એકબીજા ને ગળે મળી શુભકામનાઓ આપી હતી.આ વેળા ઈન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી.આજના દિવસે જીલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જીલ્લા પોલીસવડા મયુર ચાવડાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
તો બીજી તરફ જંબુસર પંથકમાં રમજાન ઈદ પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી દરેક મસ્જિદો,ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી.જંબુસર શહેર અને તાલુકામાં અમન, શાંતિ, ભાઈચારો બની રહે,સૌ નીરોગી રહે પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી અને એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી.તથા ધાર્મિક વડાઓ મૌલવીઓ દ્વારા ખાસ તકરીર દ્વારા તમામ સમાજ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી.
આ સહિત જંબુસર મગણાદી ભાગોળ ટોપેક્સ ટેલર્સ પાસે રઝાએ મુસ્તફા યંગ કમિટી દ્વારા ઈદ મિલન સમારંભનું આયોજન પ્રમુખ આરીફ મલેક સહિત કમિટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં માજી ધારાસભ્ય સંજય સોલંકી,શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ,જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણા,ઈન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા,બીજેપી તાલુકા પ્રમુખ બાલુ ગોહિલ,મહામંત્રી બળવંતસિંહ પઢિયાર,વિરેનભાઈ શાહ,નગરપાલીકા સદસ્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કમિટી મેમ્બરો દ્વારા એકબીજાને ગળે મળી મોં મીઠું કરાવી એકબીજાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ પ્રસંગે અનીશભાઈ વકીલ,શાકીરભાઈ મલેક, ઈમ્તિયાઝ હુસેન સૈયદ,અનવર બાપુ સહિત ગામ અગ્રણીઓ હાજર રહ્યા હતા.ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.