ભરૂચ,
ભરૂચ જીલ્લામાં સરકારે ઓટો સ્ટેન્ડની ૩ વર્ષથી થઈ રહેલી માંગણીઓ નહિ સંતોષતા ૧૫ હજાર થી વધુ રીક્ષા ચાલકોએ અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામી લીધું છે.તો બીજી તરફ સિટી બસ ચાલુ રહેતા મુસાફરોને આંશિક રાહત મળી હતી.
ભરૂચ જીલ્લામાં અનેકવાર રજૂઆત છતા રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં નહીં આવતા આજે ગુરુવારની મધરાતથી રીક્ષા એસોસિએશને અચોક્કસ મુદ્દતની હડતાલનું શસ્ત્ર ઉગામયું છે.ભરૂચ જીલ્લામાં તમામ શહેરી વિસ્તાર અને નગરપાલિકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં મળી ૧૫ હજારથી વધુ ઓટો રિક્ષા છે.આ રિક્ષા ચાલકો રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. વિવિધ વિસ્તારમાં ઓટો રિક્ષા ઉભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ ન હોવાથી અનેકવાર પોલીસ જવાનો સાથે વારંવાર ઘર્ષણ અને માથાકૂટ સર્જાવાની ઘટનાઓ સામે આવી છે.વહેલી તકે ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા કલેકટર, પાલિકા કચેરી ખાતે અગાઉ આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.જો કે તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહિ ભરવામાં આવતા રીક્ષા એસોસિએશને અચોક્કસ મુદ્દતની હડતાલનું શસ્ત્ર ઉગામી મધરાતથી જીલ્લા તમામ રિક્ષાના પૈડાં થંભી ગયા હતા.ભરૂચ જીલ્લા જય ભારત ઓટો રીક્ષા એઓસીએશને અચોક્કસ મુદતની હડતાળનું એલાન આપ્યું છે.જેમાં એસોસિએશન સાથે નહિ જોડયલ રીક્ષા ચાલકો અળગા રહ્યા હતા.જો કે હડતાળ દરમ્યાન ઈમરજન્સી માટે હોસ્પિટલ માટેની જ ઓટો રિક્ષા ચાલુ રાખવાની રીક્ષા એસોસિએશ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.આ પ્રસંગે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ના પ્રમુખ આબિદ મિર્ઝા એ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો આત્મ વિલોપન ની ચીમકી ઉચ્ચારી હતી.
રીક્ષા ચાલકોની સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો સૌથી મોટો ફટકો સ્કૂલ વર્ધિની રીક્ષા રાખનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પાડનાર છે.સ્કૂલ વર્ધિની રીક્ષા પણ બંધના એલાનને લઈ સવારે કડકડતી ઠંડીમાં માતા-પિતાને કે વાલીઓને તેઓના સંતાનોને સ્કૂલે મુકવા તેમજ લેવા જવાની ફરજ આવી પડશે.ભરૂચમાં સિટી બસ ચાલતી હોય પેસેન્જરોને વધારે તકલીફ પડી ન હતી.કારણકે શહેરના ૧૩ રૂટ સિવાયના અન્ય સ્થળો,વિસ્તારો અને ગામડાની પ્રજાને રીક્ષા ચાલકોની હડતાળને પગલે મુશ્કેલી ભોગવવાનો વારો આવશે.ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે તે જરૂરી છે.
ભરૂચમાં રીક્ષા સ્ટેન્ડની ફાળવણી નહિ થતા રીક્ષા ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું
- રીક્ષા એસોસિએશન દ્વારા માત્ર સ્કૂલ વર્ધિ અને ઈમરજન્સીમાં દર્દીઓને જ ફ્રીમાં સર્વિસ આપવાનો હુંકાર - ભરૂચમાં સિટી બસને લઈ લોકોને તકલીફ નહિ પડે અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલાકી પડશે - અનેકવાર રજૂઆત છતાં માંગણી નહીં સ્વીકારમાં આવતા અચોક્કસ મુદ્દતની હડતાલનું શસ્ત્ર ઉગામી નિરાકરણ નહિ આવે તો આત્મ વિલોપનની પ્રમુખની ચીમકી