ભરૂચ,
ભરૂચ શહેરમાં આગામી એક મહિના સુધી ટાંકીઓ તથા સંપની સફાઈ કરવાની હોવાથી વિવિધ વિસ્તારોમાં એક દિવસ માટે એક ટાઈમનો પાણીનો કાપ મુકવામાં આવશે.એક વર્ષ બાદ ફરીથી તમામ ટાંકીઓની મશીનથી સફાઈ કરાવવામાં આવશે. શહેરની બે લાખ લોકોને પીવાનું પાણી પુરૂ પાડવા માટે વિવિધ સ્થળોએ ૧૨ ટાંકીઓ તેમજ સંપનું નિર્માણ કરવામાં આવ્યું છે.વિવિધ ટાંકીઓ મારફતે શહેરમાં રોજ ૪.૫૦ કરોડ લીટરથી વધારે પાણીનું વિતરણ કરાઈ છે.આગામી એક મહિના સુધી તમામ ટાંકીઓ તથા સંપની સફાઈ કરવાની હોવાથી શહેરમાં તબકકાવાર એક જ ટાઈમનો પાણી કાપ રાખવામાં આવશે.આ કામગીરી દરમ્યાન તમામ ટાંકી અને સંપની અંદરથી તથા આંતરિક દિવાલોની સફાઈ કરવામાં આવશે અને બ્લીચિગ કરાશે.જે બાદ સફાઈ પૂર્ણ થયા બાદ ટાંકીઓને ફરીથી પાણીથી ભરવામાં આવશે અને વિતરણ પાણી પુરવઠાનો જથ્થો પૂરું પાડવામાં આવશે.જેમાં ૭ મી ફેબ્રુઆરીના રોજ મકતમપુર ટાંકીની સફાઈ હાથ ધરાતા પાણી પુરવઠો નહિ મળે તો આવતીકાલે તારીખ ૮ મી ફેબ્રુઆરીથી રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે.
તો ટાવર ટાંકી પર તારીખ ૮ મી ફેબ્રુઆરી ના રોજ કાપ રહેશે જેથી તારીખ ૯ મી ફેબ્રુઆરી ના રોજ થી પાણી પુરવઠો શહેરીજનોને રાબેતા મુજબ પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે.
ભરૂચ શહેરને અડીને આવેલાં મકતમપુર ગ્રામ પંચાયત તથા મકદુમપાર્કની પાણીની ટાંકીની બુધવારના રોજ સફાઈ કરવામાં આવશે જેથી બંને ટાંકી પરથી બુધવારે સાંજે અપાતો પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે. તેવી જ રીતે ગુરૂવારે ટાવર ટાંકી અને સંપની સફાઈ કરવાની હોવાથી સાંજે અપાતું પાણી બંધ રહેતાં ૨૦ હજારથી વધુ લોકોને પાણીના વલખા પડશે અને શુક્રવારથી શહેરીજનોને રાબેતા મુજબ પાણીનો પુરવઠો મળશે.