google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratપૂર્વ વડાપ્રધાન અને બાળકોના પ્રિય સ્વ.પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસે...

પૂર્વ વડાપ્રધાન અને બાળકોના પ્રિય સ્વ.પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

- રાજકોટ ગેમઝોનના મૃતકોને પણ શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

ભરૂચ,

ભારતના પૂર્વ વડાપ્રધાન અને બાળકોના પ્રિય સ્વ. પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કાર્યલય ખાતે પંડિત જવાહરલાલ નહેરુના ફોટા પર પુષ્પાંજલી અર્પણ કરી તેમના કાર્યોને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી અને સાથે રોજકોટ ગેમઝોના બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની આજે પુણ્યતિથિ છે. ૨૭ મે ૧૯૬૪ ના રોજ પંડિત જવાહરલાલ નેહરુનું નિધન થયું હતું.જેથી આજરોજ સ્વ.પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે સવારે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના સ્ટેશન રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ.પંડિત જવાહરલાલ નહેરુના ફોટા પર ફુલહાર કરી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.આ સાથે રાજકોટમાં બનેલી ગોઝારી ઘટનામાં અગ્નિમાં હોમાઈ ગયેલા મૃતકો માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી પાઠવી જવાબદારોને કડકમાં કડક સજાની માંગ કરી હતી.

આ પુષ્પાંજલી કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, નગર પાલિકામાં વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!