google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratહોળી-ધુળેટીના તહેવારને ધ્યાને રાખી ભરુચ ડેપો દ્વારા શ્રમજીવીઓ માટે એક્સ્ટ્રા બસોનું આયોજન...

હોળી-ધુળેટીના તહેવારને ધ્યાને રાખી ભરુચ ડેપો દ્વારા શ્રમજીવીઓ માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું

- દરરોજ ૨૦ અને છેલ્લા ૨ દિવસ રોજ ૨૦ બસો દોડાવાશે

ભરૂચ,
ભરૂચ ડેપો દ્વારા હોળી ધુળેટીના તહેવાર ને ધ્યાને રાખી પંચમહાલ તરફના મજૂરી કરતા કર્મયોગીને તેના વતન તરફ જવા માટે ૨૦ માર્ચથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવનાર છે.જેમાં દરરોજ ૨૦ અને છેલ્લા ૨ દિવસ રોજ ૨૦ બસો દોડાવવામાં આવશે.
ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં બાંધકામ સહિત વિકાસના વિવિધ અનેક પ્રોજેકટ ચાલી રહ્યા છે.ત્યારે દાહોદ,ગોધરા ઉપરાંત મધ્યપ્રદેશ તરફના હજારો શ્રમજીવીઓ અહીંયા રોજગારી કરવા આવતા હોય છે.શ્રમજીવીઓ માટે હોળી તથા ધુળેટીના પર્વ ખુબજ મહત્વ ધરાવે છે.તેઓ દેશના કોઈપણ ખુણા માંથી આ તહેવાર ઉજવવા માટે તેમના વતનમાં પહોંચી જતાં હોય છે.વતનમાં જતાં શ્રમજીવીઓની સરળતા માટે ભરૂચ ડેપો તરફથી ૨૦ માર્ચથી એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દરરોજ ૨૦ અને છેલ્લા ૨ દિવસ રોજ ૨૦ દોડાવવામાં આવશે.આ તમામ બસોનું સંચાલન ભોલાવ નવીન બસ સ્ટેશન તેમજ જીએનએફસી ખાતેથી કરાશે.જેમાં દાહોદનું ભાડું રૂ.૨૦૮ અને ઝાલોદનું રૂ.૨૪૩ છે. હોળી-ધુળેટી આવતાંની સાથે તેઓ વતનમાં જતાં રહેતાં હોય છે અને એકાદ મહિના પછી પરત આવતાં હોય છે.હાલમાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ચુકી હોવાના કારણે આગામી બે મહિના સુધી નવા કોઈ વિકાસના કામો થઈ શકે તેમ નથી તેથી શ્રમજીવીઓની રજાઓ લંબાઈ તેવી પણ શકયતાઓ છે.
આ અંગે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે,શ્રમિકોનું આખુ ગૃપ વતનમાં જવા માગતું હશે તો એસટી તેમના દ્વારે જશે.બસની સેટિંગ કેપેસિટી મુજબ ૫૨ મુસાફરો થાય તો એસટી બસ તેઓના દ્વારે લેવા માટે આવશે.તેઓ સરળ રીતે મુસાફરી કરી શકે અને કોઈ તકલીફ કે અગવડતા ઉપસ્થિત ન થાય અને તેઓ પોતાના વતનમાં તહેવાર માણી શકે તેવું આયોજન કરાયું છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!