google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratભરૂચ જીલ્લામાં ધો.૧૦ના ૨૩૩૮૪, ધો.૧૨ સા.પ્ર.ના ૯૫૫૨ અને ધો.૧૨ વિ.પ્ર.ના ૩૮૨૦ વિદ્યાર્થીઓ...

ભરૂચ જીલ્લામાં ધો.૧૦ના ૨૩૩૮૪, ધો.૧૨ સા.પ્ર.ના ૯૫૫૨ અને ધો.૧૨ વિ.પ્ર.ના ૩૮૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

- ભરૂચ જીલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક મળી - પરીક્ષા દરમ્યાન CCTV રેકોર્ડીંગ અંગેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી - બોર્ડની પરીક્ષા સંલગ્ન સરકારી પ્રતિનિધિઓ પાસે “PATA’’ એપ્લિકેશન ડાઉનલોડ કરાવાઈ

ભરૂચ,

ભરૂચ જીલ્લામાં આગામી તા.૧૧ થી ૨૬ માર્ચ ૨૦૨૪ દરમ્યાન ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા યોજાનાર છે.ત્યારે જીલ્લામાં ધો.૧૦ ના ૮૨ બિલ્ડીંગમાં ૨૩૩૮૪ વિદ્યાર્થીઓ તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહની ૩૧ બિલ્ડીંગમાં ૯૫૫૨ વિદ્યાર્થીઓ તેમજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની ૧૯ બિલ્ડીંગમાં ૩૮૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજનનાં ભાગરૂપે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને વીસી બાદ સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની બેઠક મળી હતી. 

કલેક્ટર તુષાર સુમેરાએ ધો.૧૦ અને ધો.૧૨ (સા.પ્ર./ વિ.પ્ર)નાં વિદ્યાર્થીઓ માટે તણાવમુકત અને હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમા ચિન્હરૂપ બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા પાપ્ત કરે “તમે એકલા નથી, અમે સૌ સાથે છીએ’’ તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓનાં માર્ગદર્શન માટે જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચના સંયુકત ઉપક્રમે શરૂ કરવામાં આવેલી આત્મવિશ્વાસ હેલ્પલાઈન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. (સા.પ્ર./ વિ.પ્ર) દ્વારા સ્થળ સંચાલકોને પરીક્ષા દરમ્યાન કરવાની કામગીરી તેમજ સુચારૂ આયોજન અંગે PPT દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.પરીક્ષા દરમ્યાન CCTV રેકોર્ડીંગ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 

મીટિંગમાં ઉપસ્થિત બોર્ડ પરીક્ષા સંલગ્ન સરકારી પ્રતિનિધિઓ પાસે “PATA’’ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ અંગે PPT દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કલેક્ટર તુષાર સુમેરાએ બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થાય એવી સૌને શુભેછાઓ પાઠવી હતી.બેઠકમાં શિક્ષણાધિકારી, SSC અને HSC ઝોનના ઝોનલ અધિકારી તેમજ સરકારી શાળાનાં આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!