ભરૂચ,
જંબુસર નવયુગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર ગુજરાત રાજ્યભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ નવસારી સાંસદ સી. આર. પાટીલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.કલક રોડ પર આવેલા હેલીપેડ પર થી સી આર પાટીલ નું જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,
ઘનશ્યામભાઈ પટેલ ચેરમેન – દૂધધારા ડેરી અને નર્મદા જિલ્લા પ્રમુખ ભા.જ.પા નર્મદા તેમજ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી સહિત જિલ્લા ભાજપ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરી બાઈક રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.જેમાં મોટી સંખ્યા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બાઈક રેલીમાં જોડાયા હતા.
મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી.દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જંબુસર આમોદ તાલુકાની 150 જેટલી મંડળી ના સંચાલકો તેમજ ભરવાડ સમાજની સમગ્ર મંડળીમાં મોટી મંડળીઓ ભરવાડ સમાજ ચલાવે છે.મંડળીઓ માટે 100 ટન દાણ બનાવવાની ફેક્ટરી બનાવવામાં આવી છે.જેના દ્વારા પશુપાલનનો વધુ વિકાસ થાય તેવું ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ભગવો લહેરાવાની વાત કરી છે.સી.આર પાર્ટીને જંબુસર વિધાનસભા પર ખરેખર એક ભાગવા ધારીને ટિકિટ આપી અને અમે વિજય થયા છે.આવનારી લોકસભાની ચૂંટણીમાં 5,05,555 મતથી અમે ભરૂચ લોકસભા બેઠક જીતી લાવીશું તેમ પ્રદેશ અધ્યક્ષને વચન આપ્યું હતું.
ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, હું પોતે 100 ગાય નો ડેરી ઉદ્યોગ ચલાવતો હતો પરંતુ નિષ્ફળ નીવડ્યો હતો. ઉત્પાદન બાદ દૂધનો નિકાલ કરવા અમારે 55 કિલોમીટર દૂર જવું પડતું હતું. જ્યારે આપણા ઘર આંગણે જ ડેરીનું આયોજન કરવામાં આવ્યું છે અને ડેરીના ચેરમેન દ્વારા તેમના દૂધના પૈસા મળી રહે તે પ્રમાણે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ આવનારી લોકસભાની ચૂંટણીના ધ્યાનમાં લઈ તેઓએ જણાવ્યું હતું કે કે, ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવા છેલ્લા છ ટર્મથી સંસદ તરીકે કાર્યરત છે.પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારના આક્ષેપો કે વિવાદોમાં સંડોવાયેલા નથી.
તમે સૌ ભાગ્યશાળી છો કે તમને આટલા અનુભવી અને કર્તવ્યનિષ્ઠ સાંસદ મળ્યા છે.તો એમને સાતમી વાર પણ ભવ્ય મતો થી વિજય થાય તેવી અપીલ પણ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કે કોંગ્રેસ એવું કહેતી હતી કે ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં રામ મંદિરનો મુદ્દો લઈને ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે રાજકારણ રમે છે.ત્યારે નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની ભાજપ સરકારે રામ મંદિર બનાવી પણ દીધું. વિપક્ષને એ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ આપ્યા છતાં પણ તેઓ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર નહીં રહેતા કોંગ્રેસે અને ઇન્ડી ગઠબંધન ના ઘણા નેતોઓએ સનાતન ધર્મનું અપમાન કર્યું છે. જેને લઇને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓને પાર્ટીની નીતિ પર વિશ્વાસ આવ્યો નથી સીઆર પાટીલ દ્વારા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડેરીમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર મંડળીઓના સંચાલકોને કામધેનુની સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા,જંબુસર મતવિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામી, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, નિરલભાઈ પટેલ, ફતેસિંહ ગોહિલ, મંત્રી કૃપાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ, જંબુસર આમોદ નગરપાલિકા પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી જંબુસર આમોદ સંગઠન પ્રમુખ મહામંત્રી તેમજ કાર્યકર્તાશ્રીઓ ડેરીના ડિરેક્ટરશ્રીઓ તેમજ દૂધ ઉત્પાદક મંડળીઓના તેમ જ ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.