google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratભરૂચ જીલ્લામાં પુરઝડપે ફૂંકાયેલા વાવાઝોડાથી વાતાવરણમાં પલ્ટો : ઠેર ઠેર નુકશાન

ભરૂચ જીલ્લામાં પુરઝડપે ફૂંકાયેલા વાવાઝોડાથી વાતાવરણમાં પલ્ટો : ઠેર ઠેર નુકશાન

- વૃક્ષો,વીજ થાંભલા,હોટલના લોખંડના શેડ ધસી પડતાં નુકશાન - પુરઝડપે ફૂંકાયેલા પવન કારણે ધૂળની ડમરી સાથે વાવાઝોડું ફૂંકાતા વીજ પુરવઠો ખોરવાતા ભરૂચ અંધાર પટમાં - ભરૂચ જીલ્લામાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધસી પડતાં વાહન વ્યવહાર ખોરવાયો : વીજ થાંભલા ધસી પડતાં વાહનોને નુકશાન

ભરૂચ,

ભરૂચ જીલ્લામાં ગત મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવતા જ પુરઝડપે પવન ફુંકાતા ધૂળની ડમરી સાથે ભરૂચમાં લોકોના છાપરા ઉડયા હતા સાથે જ વૃક્ષો ધસી પડવા,વીજ થાંભલા ધસી પાડવાના બનાવો સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી.પરંતુ વાતાવરણમાં પલ્ટો આવતા જ ધણા લગ્નના મંડપો પણ ઉડયા હતા અને ધણુ નુકશાન લોકોને વેઠવાનો વાળો આવ્યો હતો. 

ભરૂચ જીલ્લામાં સંધ્યાકાળ બાદ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા પુરઝડપે પવન ફૂંકાયો હતો જેના પગલે ધૂળની ડમરીથી વાહન ચાલકો સહિત મકાનના છાપરા ઉડતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને પુરઝડપે ફૂંકાયેલા પવનથી ભરૂચના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધસી પડવાની ઘટનામાં અનેક વાહનોને નુકશાન થવા પામ્યું છે.સાથે વીજ થાંભલાઓ પણ ધસી પાડવાના કારણે વાહનોને નુકશાન થવા સાથે સમગ્ર ભરૂચમાં વીજ પુરવઠો ખોરવાતા અંધાર પટ છવાયો હતો.સાથે આકાશમાં વિજળીના ચમકારા સાથે ગાજવીજ વરસાદ વરસ્યો હતો.સમગ્ર ભરૂચ જીલ્લામાં ઠંડક પ્રસરી જવા પામી હતી.વરસાદ વરસવાના પગલે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી અને કપાસ,કેરી સહિતના પાકને નુકશાન વેઠવાનો વાળો આવ્યો હતો.

તો ભરૂચના નબીપુર નજીક કવીઠા પાસે એક હોટલ નવનિર્માણ પામી રહી છે અને તેનો હોટલની આગળનો લોખંડનો શેડ વાવાઝોડામાં ધસી પડતાં હોટલ નજીક પાર્ક કરેલા વાહનોના કચ્ચરધાણ થઈ ગયો હતો જોકે હોટલ નજીક રહેલા લોકો સુરક્ષિત બહાર નીકળી જતાં કોઈને જાનહાનિ થવા પામી ન હતી.પરંતુ વાવાઝોડાના પગલે લોકોને ચિંતાતુર કરી દીધા છે. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે વાવાઝોડા સાથે વરસાદ વરસતા ભરૂચના માર્ગો લપસના બનતા ટુ વ્હીલર વાહન ચાલકો રોડ ઉપર સ્લીપ થવાના કારણે પટકાયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે.જેના કસક ગળનાર નજીક ટુ વ્હીલર વાહન ચાલકની બાઈક સ્લીપ થવાના કારણે રોડ ઉપર પટકયો હોવાના વિડીયો પણ સતત સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા હતા. 

ભરૂચ જીલ્લાના નવ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક સ્થળે વૃક્ષો અને વીજ થાંભલા ધસી પડવાની ઘટનાઓ બની હતી.જેમાં જંબુસર ખાતે પણ જાહેરમાર્ગ ઉપર જ વૃક્ષ ધસી પડતાં વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવા માટે કાવી પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહીર સહિત પોલીસકર્મીઓએ વૃક્ષને કાપી રોડ ઉપરથી હટાવવાના પ્રયાસો કર્યા હતા અને પોલીસની કામગીરી પણ આવા સમયમાં બિરદાવવા લાયક સાબિત થઈ રહી છે. હવામાન ખાતાની આગાહીને પગલે ઠેરે ઠેર કમોસમી વરસાદ વરસ્યો હતો.જંબુસર પંથકમાં ગતરાત્રિના આઠના ભારે પવન ફૂંકાયો હતો તેજ ગતિના પવનને લઈ જંબુસર તાલુકાના જંત્રાલ ગામના આશરે ત્રણેક મકાનના છાપરા ઉડી ગયા હતા.જેમાં ગરીબ પરિવારોને નુકસાન પહોંચ્યું હતું તથા કુંડળ ગામે પણ અશોકભાઈ જાંબુના ઘરના પતરા ઉડી ગયા હતા.આ સહિત કમોસમી વરસાદ વરસતા જંબુસર ડેપોમાં પાણી ભરાયા તથા ડેપોના પતરા પણ ઉડી જવા પામ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!