google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ મતગણતરી કેન્દ્રની કામગીરી સાથે...

ભરૂચ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ મતગણતરી કેન્દ્રની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

ભરૂચ,
લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ભરૂચ જીલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી આગામી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ કે.જે. પોલિટેકનિક ભોલાવ ભરૂચ ખાતે યોજાનાર છે.જેના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ મતગણતરી કેન્દ્ર કે.જે.પોલિટેકનિક ભોલાવ ખાતે જરૂરી વ્યવસ્થા અંગે મતગણતરીની કામગીરી સાથે સંકળાયેલા વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠક દરમ્યાન જુદા – જુદા અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીની વિગતે ચર્ચા કરી સમિક્ષા કરવામાં આવી હતી.મતગણતરીની કામગીરી સંપૂર્ણ ચોકસાઈથી સુનિશ્ચિત કરવા રચનાત્મક સૂચનો આપ્યા હતા. સોંપાયેલી કામગીરી સુનિશ્ચિત કરવા સર્વે અધિકારીઓને તાકીદ કરી હતી.
ભરૂચ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે કે.જે. પોલીટેકનીક ખાતે ૪ જૂન ના રોજ યોજાનાર મત ગણતરીના દિવસે સવારના ૮ વાગ્યાથી ૧૮ ટેબલો ઉપર પોસ્ટલ બેલેટની પ્રથમ શરૂઆત કરવામાં આવશે અને ત્યાર બાદ ૧૪ ટેબલો ઉપર ઈવીએમના મતગણતરી કરવામાં આવશે.જે મત ગણતરી માટે માઈક્રો ઓબ્ઝર્વર,મતગણતરી સ્ટાફ,સુપરવાઈઝર અને આસિસ્ટન્ટ અધિકારી મળી ૪૩૯ કર્મચારીઓને તાલીમ પણ આપી દેવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.
આ બેઠકમાં જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટર તુષાર સુમેરા,જીલ્લા પોલિસવડા મયુર ચાવડા,RAC એન.આર.ધાધલ,નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.ગાંગૂલી તમામ એ.આર.ઓ અને મતગણતરી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!