google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratલોકસભા ચૂંટણીની મતગણતરી માટે ભરૂચ જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ : બે ઓર્બ્ઝવરોએ મત...

લોકસભા ચૂંટણીની મતગણતરી માટે ભરૂચ જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ : બે ઓર્બ્ઝવરોએ મત ગણતરી સ્થળનું નિરિક્ષણ કર્યુ

- જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે ઉભી કરાયેલી વિવિધ વ્યવસ્થાઓ અંગે ઓબ્ઝર્વરરોને માહિતી આપી

ભરૂચ,
ભરૂચમાં લોકસભા ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે.કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે બનાવવામાં આવેલા મતગણતરી કેન્દ્રની કેન્દ્રની ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત કરાયેલા જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર (આઈએએસ) અને પર્થારાજુ (આઈએએસ) દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ ઓબ્ઝર્નેરોને કે.જે.પોલીટેકનીક કોલેજ સંકુલમાં વિવિધ સ્થળોએ ઉભી કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ એ.આર.ઓ સહિતના અધિકારીઓનો ગણતરી અંગેની જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શિત કર્યા હતા.
ઓબ્ઝર્વરે મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને મતગણતરી અંગેની વ્યવસ્થાઓ તથા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ નિહાળી હતી તેમજ આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશી, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સૂપ્રિયા ગાંગૂલી સહિતનાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • મતગણતરીના દિવસે અકસ્માત કે જાનહાની ન થાય તેમજ ટ્રાફીકની સમસ્યાને નિવારવા માટે ભરૂચ શહેરના નીચે જણાવેલ રૂટ ઉપરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું
    મતગણતરીના દિવસે અકસ્માત કે જાનહાની ન થાય તેમજ ટ્રાફીકની સમસ્યાને નિવારવા માટે નીચે જણાવેલ રૂટ ઉપરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.આથી તુષાર ડી. સુમેરા, I.A.S., જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ સને-૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩ (૧) (બી) અન્વયે મળેલ સત્તાની રૂ એ તારીખ ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારના ૦૬:૦૦ કલાકથી રાત્રીના ૨૦:૦૦ કલાક સુધી (૧) એ.બી.સી. સર્કલથી નર્મદા મૈયા બ્રીજ તરફ જતા વાહનોની અવરજવર બાબતે એ.બી.સી. સર્કલ થી મોટા વાહનો ઉપર પ્રતિબંધ મુકવા તેમજ દુધધારા ડેરી ગ્રાઉન્ડના ગેટ સામેથી નાના વાહનો ઉપર પ્રતિબંધ મુકવા (૨) અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રીજ ઉપર થઇ એ.બી.સી. સર્કલ તરફ જતા વાહનોની અવરજવર ઉપર શીતલ સર્કલ સર્વીસ રોડ ઉતરતા કટથી નર્મદા મૈયા બ્રીજના ઉપરના ભાગેથી પ્રતિબંધ મુકવા (૩) શીતલ સર્કલથી એ.બી.સી. સર્કલ તરફ જતા વાહનોની અવરજવર ઉપર શીતલ સર્કલથી પ્રતિબંધ મુકવા (૪) ભૃગુઋષી બ્રીજ પશ્ચીમ દિશા તરફના છેડા (જુની મામલતદાર કચેરી) તરફથી આવતા જતા વાહનો ઉપર પ્રતિબંધ મુકવા (૫) જયોતીનગર ટર્નીંગ થી ધર્મનગર થઈ બૌડા સર્કલ તરફ જતા વાહનોની અવરજવર ઉપર એસ.વી.એમ. સ્કુલના ગેટ સામેથી પ્રતિબંધ મુકવા (૬) ભોલાવ ગામમાથી ભૃગુરૂષી બ્રીજ પુર્વ દિશા તરફના બન્ને છેડેથી બૌડા સર્કલ તરફ અવરજવર કરતા વાહનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!