google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, September 8, 2024
HomeCrimeઆંતરરાજ્ય ATM અને સોપારી કીંલીંગની ગેંગનો ભરૂચ જીલ્લા પોલીસે પર્દાફાશ કર્યો

આંતરરાજ્ય ATM અને સોપારી કીંલીંગની ગેંગનો ભરૂચ જીલ્લા પોલીસે પર્દાફાશ કર્યો

- ભરૂચ ક્રાઈમ બ્રાંચએ લૂંટની ઘટનાના રૂટ ઉપરના ૫૦૦ થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજનું એનાલીસીસ કરી ગેંગનું પગેરું મેળવ્યું - પોલીસે પાંચ આરોપીઓને બે વૈભવી કાર,ગેસ કટર સહિતના સાધનો મળી કુલ ૨૦ લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

ભરૂચ,
૨૩ દિવસ પહેલા ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજના જોલવા અને વાગરામાં એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી રોકડા સાડા ત્રણ લાખની ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગના પાંચ સાગરીતોને ભરૂચ જીલ્લા પોલીસે ૨૦.૪૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ૧૯ મી ફેબ્રુઆરીના રોજ રાત્રે અજાણ્યા ઈસમો સફેદ કલરની સ્કોર્પિઓ ફોર વ્હીલર કાર લઈ જોલવા ગામ પાસે એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી રહ્યા હતા. દરમિયાન સાયરન વાગતા એટીએમ ચોરી કરવા આવેલ ગેંગ ભાગી ગઈ હતી.એજ રાતમાં તસ્કરોએ વાગરા ટાઉનમાં જે.બી.કોમ્પ્લેક્સના એચ.ડી.એફ.સી બેંકના એટીએમ સેન્ટરમાં પ્રવેશ કરી ATM નું ગ્રાઉટીંગ તોડી સ્કોર્પિઓમાં ગાડીમાં મુકી પિસાદ ગામની સીમમાં લઈ જઈ ત્યાં એટીએમને તોડી ૩.૫૨ લાખ રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ATM તોડવાની બે ગંભીર ઘટનાઓમાં જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તાત્કાલિક એકશન લઈ ભરુચ-જંબુસર ડી.વાય.એસ.પી, એલસીબી, એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કોવોર્ડ અને સ્થાનિક પોલીસને ગુનો શોધી કાઢવા સૂચના આપી હતી.જેથી એલસીબીના પી.આઈ એમ.પી.વાળાએ એકશન પ્લાન તૈયાર કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.દરમ્યાન પી.એસ.આઈ ડી.એ.તુવર અને ટીમે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સથી સતત વર્ક આઉટ હાથધર્યું હતું.
ભરુચની ઘટના બાદ મહારાષ્ટ્રના નંદુરબારમાં આવી જ મોડસ ઓપરેન્ડીથી એસ.બી.આઈ ATM સેન્ટરમાં ચોરી થઈ હતી.ભરૂચ પોલીસની એક ટીમ તાત્કાલિક નંદુરબાર પહોંચી ગુનાની કડી મેળવવાના પ્રયત્નો હાથધર્યા હતા.બીજી તરફ ભરુચના એટીએમ ચોરીના રૂટ ઉપરના ૫૦૦થી વધુ CCTV ફુટેજનું પોલીસે એનાલીસીસ કરી આરોપીને પકડી પાડવા તપાસ હાથધરી હતી. જે વેળા બાતમી મળી હતી કે, વાગરા એટીએમ ચોરી અને દહેજ ATM ચોરીની કોશીષના ગુનામાં સંડોવાયેલ એક આરોપી હાલ ભરૂચમાં આવેલ છે.પોલીસે તેને ઝડપી પાડી પુછપરછ કરતાં તેનું નામ ઇરફાન ઉર્ફે રોનકે હોવાનું જણાવી અંકલેશ્વર આઈ.આઈ.એફ.એલ ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચ શહેરના ફાતીમા પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.મુખ્ય સુત્રધાર સલીમ ઉર્ફે મુસો તેમજ તેના સાગરિતો ઈન્દોરમાં છુપાયેલા હોવાની હકીકત મળતા ભરુચ જીલ્લા પોલીસે અન્ય સાગરીતોને ત્યાંથી ઝડપી લીધા હતા. તેઓની ઉડાણપૂર્વક સઘન પુછપરછ કરતા આરોપીઓએ ATM મશીનને ગેસ કટર વડે કાપી ચોરી કરવામાં માહીર હરીયાણાની મેવાતી ગેંગ મારફતે દહેજ, વાગરા અને નંદુરબાર ખાતે ATM ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
આરોપી સલીમ ઉર્ફે મુસો અને અન્ય બે વોન્ટેડ આરોપીઓએ બનાસકાંઠા જીલ્લાના માવસરી પોલીસ મથકના સોપારી કીલીંગના ગુનામાં સંડોવાયેલ હોવાની પણ કબૂલાત કરી હતી.પોલીસે ATM ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સ્કોર્પિઓ ગાડી, મેવાત પરત જવા માટે ઉપયોગમાં લીધેલ કીયા સેલ્ટોસ કાર, રોકડા રૂપિયા,મોબાઈલ ફોન,પાના પક્કડ સહિત સામાન મળી કુલ ૨૦.૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ઓલપાડ ઝીલમીલ રો-હાઉસમાં રહેતો સલીમ ઉર્ફે મુસો અબ્દુલ સીદીક ખાન, નદીમ ઉર્ફે કબીર કયુમખાન, ઇરફાન ઉર્ફે રોનક બાબાસાહેબ દાયમાં, શ્યામલાલ ઉર્ફે રામુ શંકરલાલ વર્મા તેમજ આમીર શાબીર નથ્થુ ખાનને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!