google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratભરૂચ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા તેમજ અન્ય મહાનુભાવોએ મોબાઈલ વેટરનિટી યુનિટીને લીલી...

ભરૂચ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા તેમજ અન્ય મહાનુભાવોએ મોબાઈલ વેટરનિટી યુનિટીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

ભરૂચ,
ભરૂચ જિલ્લા ખાતે આજરોજ કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડ ગુજરાત રાજ્ય સરકારશ્રી,પશુપાલન વિભાગ, EMRI GHS દ્વારા સંચાલિત નવીન ફરતું પશુ દવાખાનાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં મોબાઈલ વેટરનિટી યુનિટી ભરૂચ તાલુકાના ઠીકરીયા વિસ્તાર, વાગરા તાલુકાના દહેજ વિસ્તાર, નેત્રંગ તાલુકાના મોટા માલપોર વિસ્તાર, અંક્લેશ્વર તાલુકાના અડોલ વિસ્તારો માટે જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા અને અન્ય મહાનુભાવોના હસ્તે નવીન ફરતું પશુ દવાખાનાને લીલી ઝંડી આપી હતી.આ તબક્કે, જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ,આરોગ્ય સમિતિ અધ્યક્ષ તથા નાયબ પશુપાલન અધિકારી, 1962 તથા 10MVD ના પ્રોગ્રામ મેનેજર અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા અન્ય જિલ્લા સદસ્યો અને તાલુકા સદસ્યો ઉપસ્થિતિ રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!