ભરૂચ,
ભરૂચ જીલ્લામાં મહાશિવરાત્રીની સંધ્યાકાળથી જ શિવ મંદિરોમાં વિશેષ શણગાર કરવા સાથે ભક્તોને ભાંગની પ્રસાદીનો લાભ અપાવવા માટે આગોતરા આયોજનો કરવામાં આવતા હોય છે.જેના ભાગરૂપે સવારથી જ શિવ મંદિરોમાં વિશેષ શિવજીની પૂજા,અર્ચના અને મહાઆરતી સહિત ભાંગની પ્રસાદીનું વિતરણ તથા શિવ મંદિરે બરફના શિવલિંગ અને ઘી ના કમળો તથા ઘીના શિવલિંગો દર્શન અર્થે મુકવામાં આવતા ભક્તોમાં પણ આકર્ષણનું કેન્દ્ર ઉભું થતા ભકતોએ શિવજીના દર્શન કરી ધન્યતાઓ અનુભવી હતી.
ભરૂચ શહેર અને જીલ્લામાં વહેલી સવારથી જ શિવ મંદિરોમાં વિશેષ ધાર્મિક આયોજનો મહાશિવરાત્રીને લઈને કરવામાં આવ્યા હતા.તો ભરૂચના કસક વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર જ હર હર મહાદેવ સાથે મહાદેવની તસ્વીરની રંગોળી તૈયાર કરવામાં આવતા સમગ્ર ભરૂચ શહેર શિવમય બની ગયુ હતું અને સમગ્ર ભરૂચ શહેર અને જીલ્લામાં શિવજીની આરાધનામાં પણ ભક્તો જોતરાયા હતા.
ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ સવારથી જ મહાશિવરાત્રી પર્વને લઈ શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.શિવજીની આરાધના કરવા સાથે શિવજીની પૂજા અર્ચના અને દૂધનો અભિષેક કરવા સાથે મહાશિવરાત્રીએ શિવજીના આર્શીવાદ મેળવવાના પ્રયાસ કર્યા હતા.નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો પણ નર્મદા પુરાણોમાં ઉલ્લેખ કરાવો છે અને નર્મદા નદીના કાંઠે આવેલું હોવાના કારણે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનું પણ મહાશિવરાત્રી પર્વએ અનેરૂ મહત્વ રહેલું છે જેથી હજારોની સંખ્યામાં ભક્તોનું માનવ મહેણામણ જોવા મળ્યું હતું.
ભરૂચના પાંચબત્તી નજીક જીલ્લા પંચાયતની બાજુમાં આચારજીની ચાલમાં રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને આ મંદિરે પણ ધાર્મિક આયોજનનો મહાશિવરાત્રીના દિવસે થતા હોય છે.ત્યારે મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાકાળથી જ શિવ ભક્તોએ રામેશ્વર મહાદેવ મંદિરને વિશે શણગાર કરવા સાથે શિવજીને પણ શણગાર કરી મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરી હતી.સંધ્યાકાળના સમયે સાંસદ મનસુખ વસાવાએ શિવજીની આરતીનો લાભ લીધો હતો.તો સવાર થતાં જ મહાશિવરાત્રીની સવારે શિવજીની વિશેષ પૂજા,અર્ચના અને મહાઆરતીમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ભાજપ અગ્રણી સ્થાનિક લોકો જોડાયા હતા.આયોજકો દ્વારા મહાશિવરાત્રીએ હજારો લિટર ભાંગની પ્રસાદી તૈયાર કરી ભકતોને વિતરણ કરી મહાશિવરાત્રી પર્વની અનોખી ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરી હતી.
ભરૂચની તપોભૂમિ એવી દશાશ્વમેઘ ઘાટના નર્મદા કિનારે છેલ્લા ધણા વર્ષોથી કુંભગ્રુપ દ્વારા શિવ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ સ્થળે પણ શિવજીની પૂજા અર્ચના કરવાનું મહત્વ રહ્યું છે.ત્યારે આ વર્ષે પણ કુંભ ગ્રુપ દ્વારા શિવજીની આરાધના સાથે વિશેષ ચાર પ્રહરની પૂજાનું આયોજન કરવા સાથે ભાંગ અને ફરાળની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોને રુદ્રાક્ષ પણ આપવામાં આવ્યા હતા.જેથી સવારથી જ શિવજીની પૂજા અર્ચના કરવા સાથે ભાંગની પ્રસાદીનો ભક્તોએ લાભ લીધો હતો.જેના પગલે સમગ્ર નર્મદા નદીનો ઘાટ પણ શિવમય બની ગયો હતો
ભરૂચનો અતિ પ્રાચીન ગંગનાથ મહાદેવ મંદિર ખત્રીવાડના નર્મદા નદીના કાંઠે આવેલું છે અને આ મંદિરનું મહત્વ પણ રહ્યું છે આ મંદિરનો નર્મદા પુરાણોમાં પણ ઉલ્લેખ કરાયો છે અને મંદિરે વિશેષ આયોજન કરવામાં આવે છે મહાશિવરાત્રી નિમિત્તે સવારના સમયે જ ઘીના શિવજી તૈયાર કરવામાં આવ્યા હતા અને તેની પૂજા અર્ચના કરવા માટે સવારથી જ ભક્તોનું માનવ મહેરામણપણ ઉમટી હતું અને સવારથી શિવ ભક્તોએ શિવજીની પૂજા અર્ચના અને આરાધના કરી શિવજીના આશીર્વાદ મેળવવાના પ્રયાસો કર્યા હતા.
ભરૂચના જ દાંડિયા બજાર તરફ જવાના માર્ગ ઉપર કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિરનું પણ અનેરૂ મહત્વ રહ્યુ છે.આ મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનો આયોજનો કરવામાં આવે છે મહાશિવરાત્રી નિમિત્તે બરફના શિવલિંગ દર્શન અર્થે મૂકવામાં આવતા ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન અર્થે ઉમટ્યા હતા અને શિવજીની આરાધના કરવામાં પણ મગ ન બન્યા હતા.
ભરૂચના ભીડભંજન હનુમાન મંદિર ખાતે પણ મહાશિવરાત્રી પર્વએ શિવજીની પૂજા અર્ચના કરવા માટે સવારથી જ શિવ ભક્તો હર હર મહાદેવના નામથી ઉમટીયા હતા અને શિવજીની પૂજા અર્ચના કરવા સાથે બીલીપત્ર દૂધનો અભિષેક કરી શિવજીની આરાધના કરી મહાશિવરાત્રી પર્વની પણ ઉજવણી કરી હતી.
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં પણ શિવ મંદિર આવેલ છે અને આ મંદિરે પણ સવારથી જ શિવભક્તો મહાશિવરાત્રી પર્વને લઈ હર હર મહાદેવના નાદ સાથે શિવજીની પૂજા અર્ચના આરાધના કરી હતી.બીલીપત્ર,દૂધ અને જળાઅભિષેક કરી મહાશિવરાત્રીએ શિવજીના આર્શીવાદ મેળવવાના પ્રયાસો ભક્તોએ કર્યા હતા અને વિશેષ ધાર્મિક આયોજનો પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચના નવી વસાહત વિસ્તારમાં પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે લોક ડાયરાનું આયોજનો કરવામાં આવ્યું હતું.જેમાં લોક ગાયક કલાકારે ભજનોની રમઝટ બોલાવતા વિસ્તારના લોકો પણ ભજનોમાં મગ્ન બન્યા હતા. લોક ડાયરામાં સ્થાનિકોનું માનવ મેરામણ મળ્યું હતું અને મહાશિવરાત્રી પર્વ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.