google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચ જિલ્લાના ટેનિસ ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે આર્શીવાદરૂપ : પ્રથમ વખત નેશનલ લેવલ...

ભરૂચ જિલ્લાના ટેનિસ ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે આર્શીવાદરૂપ : પ્રથમ વખત નેશનલ લેવલ ટેનિસ પ્રીમયર લીગ ટુર્નામેન્ટનું આયોજન થયું

- ભરૂચમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન થશે : કોચ મહીદીપસિંહ ગોહિલ

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં કાર્યરત લવ ઓલ ટેનિસ એકેડેમી ખાતે નેશનલ લેવલ ટેનિસ પ્રીમિયમ લિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહ ઉમંગ સાથે ભાગ લીધો હતો અને વિજેતા થતા તેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભરૂચ ખાતે ગત તા ૨૧ થી ૨૩ જૂન-૨૪ દરમ્યાન લવ ઓલ ટેનિસ એકેડમી ખાતે નેશનલ લેવલ ટેનિસ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ટુર્નામેન્ટ અંડર-૧૨, અંડર-૧૪ અને ઓપન કેટેગરી ભાઈઓની યોજાય હતી.જેમ ખેલાડીઓ વડોદરા, સુરત, મુંબઈ અને અમદાવાદથી ભાગ લીધો હતો.ટેનિસ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ આખા વર્ષ દરમ્યાન અલગ અલગ સ્થળોએ યોજાતી હોય છે.જેમાં પ્રથમ વખતનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં અંડર ૧૨ ભાઈઓમાં ભરૂચના જ બન્ને ખાલેડીઓ ટકરાયા હતા.જેમાં કશ્યપ પટેલે અન્કેલશ્વરના વેદાંતસિંહને હરાવી વિજેતા થયો હતો.અંડર ૧૨ બહેનોમાં વડોદરાની વઝુઆ ખાન વિજેતા અને અમદાવાદની વરીશા શાહ રનર્સ અપ થઈ હતી.આ સાથે અંડર ૧૪ ભાઈઓમાં કશ્યપ પટેલ વિજેતા અને નીવાન શાહ રનર્સઅપ રહ્યા હતા. 

અંડર ૧૪ બહેનોમા પણ વડોદરાની વઝુઆ ખાન વિજેતા અને ભરૂચની જીવિકા શાહ રનર્સઅપ રહી હતી. ઓપન મેન્સ કેટેગરીમાં સુરતના ધ્યેય બારીયા વિજેતા અને ભરૂચના જોયલ ઠક્કર રનર્સઅપ રહ્યા હતા.હાલમાં કશ્યપ પટેલ મેચ જીતીને અંડર ૧૨ કેટેગેરીમાં ગુજરાતમાં પ્રથમ નંબર પર છે.આમ કુલ ગુજરાત અને મહારાષ્ટ્ર માંથી કુલ ૭૩ જેટલા ખેલાડીઓ ભરૂચ ખાતે રમવા આવ્યા હતા. 

ટેનિસ પ્રીમિયર લીગ ઓક્ટોબર મહિનામાં તેની આખરી મેચ રમાડી, દેશના ટોપ ખેલાડીઓ વચ્ચે મેચ રમાડશે અને ત્યાર બાદ તેઓને ભારતના સ્ટાર ખેલાડી લેનેડર પેસ, સાનિયા મિર્ઝા અને સુમિત નાગલ જેવા ખેલાડીઓ સાથે રમવાનો ચાન્સ મરનાર છે.

ટુર્નામેન્ટ ડાયરેક્ટ મહીદીપસિંહ ગોહિલ એ જણાવ્યું કે અત્યાર સુધી ભરૂચના ખેલાડીઓને બહાર રમવા જવું પડતું હતું.પરંતુ હવેથી ભરૂચમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન થશે.જેનાથી ભરૂચના ખેલાડીઓને લાભ થનાર છે. આવનાર સમયમાં અનેક આવી ટુર્નામેન્ટનું આયોજન કરી, ભરૂચના ખેલાડીઓ સારું રમી દેશમાં નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!