google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચ જીલ્લામાં પુરઝડપે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભરૂચ જીલ્લામાં પુરઝડપે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

- વરસાદ વરસતા અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયા

ભરૂચ,
ભરૂચ જીલ્લામાં આકળી ગરમીનો અનુભવ કર્યા બાદ લોકો પણ વરસાદ વરસે તેવી આશાઓ સાથે મીત માંડી બેઠા હતા.તો બીજી તરફ હવામાન વિભાગની આગાહીના પગલે પુરઝડપે પવન સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ વૃક્ષ ધસી પડયાના બનાવો બન્યા હતા.જેમાં ઝઘડિયા પંથકમાં વૃક્ષ નીચે દબાઈ જતા બે પૈકી એકનું મોત થયું હતું જયારે એકને ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.વરસાદની સીઝનમાં બીજી બેટિંગમાં વૃક્ષ ધસી પડવાની ઘટનામાં જાનહાની થવાનું યથાવત રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ ભરુચ શહેર અને જીલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.જેના કારણે ગરમીથી લોકોને આંતરિક ગ્રાહક મળી હતી તો આ તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ભરૂચ જીલ્લામાં ગતમોડી રાત્રીએથી જ ઉકળાટ વચ્ચે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે પુરઝડપે પવન ફુંકાયો હતો અને મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.તો બીજી તરફ લાઈટો ગુલ થવાના બનાવો પણ બન્યા હતા.સવારે ઉધાડ નીકળ્યા બાદ બપોરે ફરી વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેના પગલે ભરૂચ જીલ્લાના અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!