google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં રકતદાન શિબિર યોજાઈ

ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં રકતદાન શિબિર યોજાઈ

- રકતદાન શિબિરમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રકતદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી

(સલીમ કડુજી,નબીપુર)
ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ,ગ્રામ પંચાયત નબીપુર તેમજ સાર્વજનિક હોસ્પિટલ નબીપુરના સંયુક્ત ઉપક્રમે નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે રકતદાન શિબિર યોજાઈ હતી.આયોજિત રકતદાન શિબિરમાં ભરૂચની રેડ ક્રોસ બ્લડ બેંકના તબીબ અને સ્ટાફ ફરજ ઉપર રહ્યા હતા.રકતદાન શિબિરમાં નબીપુર સહિત આજુબાજુના ગામોના યુવાનોએ ઉત્સાહપૂર્વક રકતદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી.રક્ત એ એક એવી અમુલ્ય વસ્તુ છે કે આકસ્મિક ઘટનાઓ તેમજ ગંભીર બીમારીઓમાં તાતી જરૂર પડતી હોય છે.જેને ધ્યાને રાખી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સમયાંતરે રકતદાન શિબિરનું આયોજન કરી માનવસેવાનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે.
આયોજિત રકતદાન શિબિરમાં ૧૦૦ જેટલા યુવાનોએ ઉત્સાહપૂર્વક પોતાનું રકતનું દાન કરી વિશેષ સાંપ્રત યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા.
નબીપુર તાલુકા પંચાયત સદસ્ય અને ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજીએ જણાવ્યું હતું કે આ રકતદાન શિબિર કાર્યક્રમમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રકતદાન કરી એક સુંદર સંદેશ આપ્યો છે.જ્યારે જ્યારે રકતદાન શિબિર કાર્યક્રમનું આયોજન થાય છે.ત્યારે યુવાનો ઉત્સાહપૂર્વક આ ઉમદા કાર્યમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવે છે જે બદલ તેઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!