google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratસાયખા જીઆઈડીસીમાં ખનીજ ચોરી કરતા તત્ત્વો સામે ભરૂચ ભૂસ્તરની કાર્યવાહી

સાયખા જીઆઈડીસીમાં ખનીજ ચોરી કરતા તત્ત્વો સામે ભરૂચ ભૂસ્તરની કાર્યવાહી

- વાગરાના મીનહાજ પટેલને સવા બે લાખ ઉપરાંતનો દંડ ફટકારતું ખાણ ખનીજ વિભાગ

વાગરા,

વાગરા તાલુકામાં સ્થાપિત સાયખા ઔદ્યોગિક વસાહતમાં માટી નાંખવાનો કોન્ટ્રાક્ટ મેળવી સરકારને ચૂનો ચોપડીને માટી ચોરો બેફામ ગેરકાયદેસર માટી ખનન કરતા ઝડપાય રહ્યા છે.ભરૂચ ખાણખનીજ વિભાગે મીનહાજ પટેલ નામના ઈસમને સવા બે લાખથી વધુનો દંડ ફટકારી કડક કાર્યવાહી કરતા માટી ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

ભરૂચ જીલ્લાના વાગરામાં આવેલ સાયખા જીઆઈડીસીમાં નવનિર્મિત કંપનીઓમાં કોન્ટ્રાક્ટ મેળવી ભરૂચના ચૌલાદ ગામની સીમમાં લીઝ રાખી માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું.આ દરમ્યાન એક હાઈવા નંબર જીજે ૧૬ એયુ ૬૩૬૫ માં ગેરકાયદેસર રીતે માટીનું વહન થતું હોવાની ફરિયાદના આધારે ભરૂચ ખાણખનીજ વિભાગ દ્વારા હાઈવા ટ્રકને ઝડપી લઈ વાગરા પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો. ગાડીનો માલિક મિન્હાજ પટેલ હોવાનું સામે આવ્યું હતું.આ હાઈવામાં ગેરકાયદેસર રીતે માટી લોડ કરી રોયલ્ટી વિનાજ કંપનીમાં ઠાલવવામાં આવી રહી હતી. ખાણખનીજ વિભાગે કડક કાર્યવાહી કરી હાઈવા માલિક મિન્હાજ પટેલને બે ૨,૨૫,૬૨૫ રૂપિયાનો માતબર દંડ ફટકાર્યો છે.જેથી વિસ્તારમાં બિનઅધિકૃત લીઝ ખોદી માટી ચોરી કરતા ખનિજ માફિયાઓમાં રીતસરનો ફફડાટ ફેલાય જવા પામ્યો છે. 

ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકામાં ત્રણ જીઆઈડીસીને મંજૂરી મળ્યા બાદ સેંકડો ઉદ્યોગો સ્થપાયા છે અને હજુ પણ અનેક ઉદ્યોગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.જેમાં પ્રિન્ટ લેવલ માટે માટીની જરૂર પડતી હોય ટેન્ડર પ્રક્રિયા કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.પરંતુ કંપની સંચાલકો અને ખનિજ માફીયાઓ ગેરકાયદેસર રીતે સરકારને ચૂનો ચોપડી માટી ચોરી કરી રહ્યા છે.ભૂતકાળમાં પણ આવા અનેક કેસોમાં ખાણખનીજ વિભાગે કાર્યવાહી કરી લાખોનો દંડ વસૂલ કર્યો છે.વર્તમનામાં પણ ખાણખનીજ હજુ તટસ્થતા પૂર્વક તપાસ કરે તો ઘણા ખનિજ માફીયાઓ માટી ચોરીમાં ઝડપાય શકે તેમ છે.મંજૂરી કરતા વધારે માટી ખોદી કાઢવી,ભૂગર્ભ જળ આવી જતા સુધી ખનન કરવું,રોયલ્ટી વિના માટી ભરી જવી અને વધુમાં ઓવરલોડ હાઈવા ભરી કરોડો રૂપિયાની કમાણી કરી ખનિજ માફીયાઓ બેફામ ફાટી નીકળ્યા છે.જેમાં ખાણ ખનિજ વિભાગ,વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર તપાસ કરે તો અનેક મોટા કૌભાંડ ઝડપાઈ શકે તેમ છે.હાલ તો મીનહાજ પટેલ નામના ખનિજ ચોર વિરૂદ્ધ ખાણખનીજ વિભાગે કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!