google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, November 8, 2024
HomeGujaratનર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર ભરૂચ ભૂસ્તર વિભાગના દરોડા પાડી...

નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર ભરૂચ ભૂસ્તર વિભાગના દરોડા પાડી દોઢ કરોડનો મુદ્દમાલ સીઝ કર્યો

- ભૂસ્તર અધિકારી રચના ઓઝાને મળેલ બાતમીના આધારે રોયલ્ટી ઈન્સ્પેકટર અરવિંદ ઠાકોર સહિત તેમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા - પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ ઉપરથી રેતી ભરેલ બે ટ્રક અને એક હિટાચી મશીન મળી આવતા સીઝ કરી દોઢ કરોડોનું મુદ્દામાલ સીઝ કર્યો - સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલાક સમયથી દિવસ તેમજ રાત્રે ચાલતા રેતી ખનનને લઈને સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન સાથે પર્યાવરણને પણ નુકશાન થતું હોય છે - ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરતાં રેતી અને માટી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો

ભરૂચ,
ભરૂચ ભૂસ્તર વિભાગને મળેલ બાતમીના આધારે નર્મદા નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન ઉપર પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ ઉપરથી બે રેતી ભરેલ ટ્રક,એક હિટાચી મશીન મળી આવતા ભૂસ્તર વિભાગે દોઢ કરોડ જેટલા રૂપિયાનો મુદ્દમાલ સીઝ કરી આગળની દંડનીય કાર્યવાહી હાથધરી હતી.તેમજ એક બિનવારસી હિટાચી મશીન પણ મળી આવતા તેને સીઝ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લા માંથી નર્મદા નદી પસાર થાય છે જેના કારણે કિનારા ખાતે પુષ્કર પ્રમાણમાં રેતી આવેલી છે.હાલમાં જ નર્મદા નદીમાં આવેલ પૂરના કારણે પણ નર્મદા નદીમાં રેતી પુષ્કર આવતા રેતી માફિયાઓ ગેરકાયદેસર રેતી ખનન કરવા સક્રિય બન્યા છે.ત્યારે નર્મદા નદી ઉપર થી પસાર થતા સરદાર બ્રિજના છેડે નર્મદા ના પટ માંથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની બાતમી ભરૂચ ભૂસ્તર વિભાગના રચના ઓઝાને મળી હતી.જેના પગલે તેઓએ રોયલ્ટી ઈન્સ્પેકટર અરવિંદ ઠાકોર સહીત ની ટીમને સૂચના કરતા તેઓએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને સાથે રાખી નર્મદા નદીના પટ માં દરોડા પાડતા ઘટના સ્થળે નાસભાગ મચી જવા પામી હતી.ભૂસ્તર વિભાગના દરોડા જોઈ રેતી ભરેલ ત્રણ જેટલી ટ્રક ફરાર થવા પામી હતી.તો બીજી તરફ રેતી ભરેલ બે ટ્રકો ઝડપી જવા પામી હતો અને હિટાચી મશીનનો ડ્રાઈવર મશીન મૂકી ફરાર થઈ જતા ભૂસ્તર વિભાગે કાર્યવાહી હાથધરી રેતી ભરેલ બે ટ્રક,એક હિટાચી મશીન મળી અંદાજીત દોઢ કરોડ નો મુદ્દમાલ સીઝ કર્યો હતો.ભૂસ્તર વિભાગે વધુ તપાસ કરતા નદી ના પટ માંથી વધુ એક હિટાચી મશીન મળી આવતા તેને બિનવારસી તરીકે સીઝ કરી દંડનીય કાર્યવાહી હાથધરી હતી.
ભૂસ્તર વિભાગના દરોડામાં ઝડપાયેલ એક ટ્રક ડ્રાઈવરના જણાવ્યા અનુસાર તે આજે પહેલી વાર જ રેતી ભરવા આવ્યો હતો અને ભૂસ્તર વિભાગના દરોડાના ઝડપાઈ ગયો હોવાનું જણાવ્યું હતું.
દરોડા દરમ્યાન રોયલ્ટી ઈન્સ્પેકટર અરવિંદ ઠાકોરે જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામનો લાલો કરીને ઈસમ આ ગેરકાયદેસર રેતી ખનન ચલાવી રહ્યા હતા.જેઓનો સંપર્ક કરતા તેઓ હોસ્પીટલ હોવાનું જણાવ્યું હતું.
નર્મદા નદીના પટમાં રેતીની લીઝની પરવાનગી ભૂસ્તર દ્વારા આપવામાં આવી છે કે નહિ તે સવાલ ઉભા થયા છે.જો ભૂસ્તર વિભાગ દ્વારા પરવાનગી આપવામાં ન આવી હોય અને ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું હોય તો તેની માપણી કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આજ સ્થળેથી મામલતદારે ૧ હીટાચી મશીન જપ્ત કર્યું હતું તેમ છતાં રેતી ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું હતું.જેમાં રાજકીય માથાઓ પણ સામેલ હોવાને કારણે આવા રેતી ખનનની ગેરકાયદેસર પ્રવુતિઓ ચલતી રહે છે.
ભરૂચ જીલ્લામાં અનેક સ્થળોએ ગેરકાયદેસર રેતી તેમજ માટીનું ખોદકામ ચાલી રહ્યું છે.જેથી ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.જેથી ગેરકાયદેસર રેતી અને માટી ખનન કરી સરકારને રોયલટી નહિ ચૂકવી નુકશાન કરવા સાથે પર્યાવરણ ને પણ નુકશાન થતું અટકાવી શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!