ભરૂચ,
અષાઢ વદ અમાસ એટલે દિવાસો અને આ દિવસથી ધાર્મિક માસનો પ્રારંભ થવા સાથે ભક્તોની દશા સુધારનાર દશામાંના વ્રતનો પ્રારંભ થતા ભક્તોએ માતાજીની ભક્તિભાવ પૂર્વક ભરૂચ શહેર અને જીલ્લામાં ઠેર ઠેર સ્થાપના કરવામાં આવી હતી અને માઈભક્તોએ દશ દિવસ માતાજીની ભક્તિ સાથે ઉપાસના કરી દશમાં અંતિમ દિવસ બાદ દશામાંનું વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરનાર છે.
ભરૂચ સહીત ગુજરાતભરમાં દશામાંના વ્રતનો મહિમા વધી રહ્યો છે.સાથે અષાઢી વદ અમાસે માતાજીના વ્રતનો પ્રારંભ થનાર હોય જેને લઈ અંતિમ દિવસે શનિવારની પૂર્વ સંધ્યાકાળે ભરૂચના બજારોમાં માતાજીને વિવિધ વાહનો સાથે ઢોલ નગારા અને અબીલ ગુલાલની છોડો વચ્ચે પોતાના ઘરે વાજતે ગાજતે માતાજીને લઈ જતા જોવા મળ્યા હતા.સાથે બીજા દિવસે રવિવારે અષાઢ વદ અમાસની સવારે દશામાંનું વ્રત કરતા માઈભક્તો પોતાના ઘરે અવનવા ડેકોરેશન સાથે દશામાંની સ્થાપના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો અને દશ દિવસ દશા માતાજીની પૂજા અર્ચના કરવા સાથે ઉપવાસ કરી માતાજીની ભક્તિમાં લીન બની જતા હોય છે.દશામાંના દશમાં અંતિમ દિવસ બાદ અગિયારમા દિવસે સૂર્યોદય થતા પહેલા દશા માતાજીની નર્મદા નદીમાં વિસર્જન કરી વ્રતની પુર્ણાહુતી કરવામાં આવનાર છે.બીએનઆઈ ન્યુઝ