ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા રેલ્વે મંત્રીને સંબોધેલ આવેદનપત્ર સાંસદ મનસુખ વસાવાને પાઠવી ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ – અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી.
ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ – અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા માટે ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી.ઓડિયા સમાજના અગ્રણીઓ દ્વારા જગન્નાથ સેવા સમિતિ ભરૂચના માધ્યમથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્યમાં ભરૂચ જીલ્લામાં ૯ ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે. જેમાં ઓડિશા,મધ્યપ્રદેશ,આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના હજારો કામદારો કામ કરી રહ્યા છે.જોકે ઓડિશા જવા માટે માત્ર એક જ ટ્રેન અમદાવાદ-પુરીનું ભરૂચ સ્ટેશન પર સ્ટોપેજ છે.પરંતુ ગાંધીધામ-પુર, અજમેર-પુરી, વલસાડ-પુરી,ઓખા-પુરી જેવી ઘણી બધી ટ્રેનો ભરૂચ રેલ્વે સ્ટેશનથી ચાલે છે.સુરત-પુરી વચ્ચે ચાલતી સુરત-પુરી ટ્રેનને પણ ભરૂચ અને વડોદરા સ્ટેશન સુધી લંબાવી શકાય છે.આ ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા લોકોને વતનમાં જવા ભરૂચથી લગભગ ૮૦ કિલોમીટરના અંતરે આવેલા સુરત અથવા વડોદરામાં જવું પડે છે.તેથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.જેથી ગાંધીધામ-પુરી,અજમીર-પુરી,વલસાડ-પુરી અને ઓખા-પુરી જેવી ટ્રેનોના સ્ટોપેજ અને ભરૂચ સ્ટેશનથી પસાર થતી સુરત-પુરીને ભરૂચ સુધી લંબાવવાની માંગ કરતું આવેદનપત્ર ભરૂચના સાંસદ મનસુખ વસાવાને આપ્યું હતું.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતુ કે જગન્નાથ સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલ રજુઆતના આધારે ભરૂચ અને અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે ઓરિસ્સા જતી તમામ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે તે માટે આવનાર ડિસેમ્બર માસમાં યોજાનાર પાર્લામેન્ટમાં રૂબરૂ રેલ મંત્રી સાથે ચર્ચા કરી ઓરિસ્સા જતી ટ્રેનોને સ્ટોપેજ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.
ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ – અંક્લેશ્વર સ્ટોપેજ આપવા સાંસદને રજુઆત
- ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા રેલ મંત્રી સાથે ચર્ચા કરી સ્ટોપેજ અર્થે રજુઆત કરશે