ભરૂચ,
ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે ત્યારે એક માનવ જ બીજા માનવને મદદરૂપ થાય તેવા અનેક કાર્યો વચ્ચે વુમન્સ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સારી કામગીરી કરતી વુમન્સ એટલે કે સ્ત્રીઓનું વિશેષ સન્માન અને ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ 7x કોમ્પ્લેક્સના ભરૂચ ડિસટીક મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય અતિથિ પદે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ,નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ,નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને સુરભીબેન તમાકુવાલા, સેનેટરી વિભાગના ચેરમેન હેમાલી રાણા,પૂર્વ પવડી ના ચેરમેન હેમુબેન પટેલ સહિતના રાજકીય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહેમાનોના હસ્તે વુમન્સ ડે નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને સારી કામગીરી કરતી વુમન્સોનું ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરી તેઓ તેમના કાર્યોમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આપી હતી.
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેવાંશી અટોદરિયા ને શિક્ષણ માટે ૫૦,૦૦૦ નો ચેક અર્પણ કર્યો હતો સાથે શૂટિંગ શૂટરમાં ખુશી ચુડાસમા,દેવસ્યા પટેલ ચેસમાં આગળ હોય, કુસ્તીમાં પાયલ વણઝારા અને ફૂટબોલમાં શૈલા બારીયા,ટ્રેક વોનડોમાં અલીસા મોલવી,સાયકલિંગમાં કમલા રાવ,ટ્રી પ્લાન્ટેશનમાં ધ્રુવા મોદી, રેલ્વે પોલીસમાં મુસાફરનો જીવ બચાવનાર રોશની સિંગ તથા યંગેસ્ટ ન્યુઝ એન્કર તરીકે જહાનવી મકવાણા,માઉન્ટેનિંગ સીમા ભગત,ક્રિકેટમાં કૃપા પ્રજાપતિ અને સમાજ સેવિકા બઈજી રાઠોડ તથા એથલ્ટીકમાં પૂજા ચોકસીને શ્રેષ્ઠ વુમન્સ તરીકે સન્માન આપવામાં આવ્યુ હતુ અને સાથે કાર્યક્રમનું સફળ સંચાલન પણ સંસ્થાના પ્રમુખ નીતિન માને અને વાઈસ ચેરમેન જીગનાશા ગોસ્વામી માનેએ કર્યું હતું.