google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ મહેંદ્રસિંહના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરના હેલ્થ એન્ડ વેલનેસ...

ભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ મહેંદ્રસિંહના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભરૂચ રક્તપિત્ત દર્દી શોધ અભિયાનનું ઉદ્દઘાટન કરાયું

- આરોગ્ય ટીમો ડોર ટુ ડોર તમામ સભ્યોની લેપ્રસીના શંકાજનક ચિહ્નોની તપાસ કરશે જે બદલ સહકાર આપવા આરોગ્ય વિભાગ ભરૂચ દ્વારા અનુરોધ કરાયો

ભરૂચ,
ભરૂચ જીલ્લા પંચાયતના પ્રમુખ મહેંદ્રસિંહના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભરૂચ ખાતે રક્તપિત્ત દર્દી શોધ અભિયાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મુલન કાર્યક્રમ” અંતર્ગત ભરૂચ જીલ્લામાં તા.૧૦/૦૬/૨૪ થી તા.૨૯/૦૬/૨૪ સુધી રક્તપિત્ત દર્દી શોધ અભિયાન આરંભ કરવામાં આવ્યો છે.
ભરૂચ જીલ્લા પંચાયતના પ્રમુખ ઉપરાંત જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન અનિલભાઈ વસાવા,મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરા, જીલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ.આર.આર.ઝા,અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મુનીરા શુક્લા,તાલુકા આરોગ્ય અધિકારી,લેપ્રસી વિભાગના તબીબી અધિકારીઓ અને અર્બન હેલ્થ સેન્ટર ભોલાવના તબીબી અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતીમાં દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
મુખ્ય ભરૂચ જીલ્લા આરોગ્ય અધિકારી અને જીલ્લા રક્તપિત્ત અધિકારી દ્વારા રક્તપિત્ત રોગ અને અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!