google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, September 17, 2024
HomeCrimeરાજપારડીના રૂંઢ ગામની સીમના ખેતર માંથી ગેસના બોટલ માંથી ગેસની ચોરી કરતી...

રાજપારડીના રૂંઢ ગામની સીમના ખેતર માંથી ગેસના બોટલ માંથી ગેસની ચોરી કરતી ગેંગને ભરૂચ એલસીબી એ ઝડપી લીધી

કુલ રૂપિયા ૬,૦૩,૬૯૦ ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરતી ગેંગને રુપિયા છ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી.ભરૂચ જીલ્લામાં ગ્રાહકોને ગેસના  બોટલની ડીલિવરી કરતા પહેલા બોટલમાંથી ગેસનું રીફીલીંગ કરી ગેસની ચોરી કરવાના બનાવો બનતા હોવાની ઘટનાઓ અટકાવવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ,તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઈન્ચાર્જ પીઆઈ એમ.એમ.રાઠોડ દ્વારા એલસીબીની ટીમને આવા ગુનાઓ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ.દરમ્યાન એલસીબી પીએસઆઈ  આર.કે.ટોરાણી ટીમ સાથે ઝઘડિયા તાલુકાના  રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન બાતમી મળેલ કે રાજપારડી નજીકના રૂંઢ ગામની સીમમાં પ્રાકડથી તરસાલી તરફ જતા રોડની બાજુમાં આવેલ વિપુલ પ્રદીપ મકવાણાના ખેતરમાં એક ટેમ્પો ઉભેલો છે અને તેમાં ગેસના બોટલોનું ગેરકાયદેસર રીફીલીંગ ટેમ્પાના ડ્રાઈવર તથા અન્ય બે ઈસમો કરે છે.એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે રેઈડ કરતા બાતમી મુજબનો ટેમ્પો મળી આવેલ અને તેની પાછળ કેળના ખેતરના શેઢા ઉપર બે ઈસમો એક લાલ કલરના ઘરેલુ વપરાશનો ગેસનો બોટલ તથા એક ભુરા કલરના કોમર્શીયલ વપરાશનો બોટલ સામસામે આડા પાડી વચ્ચે એલ્યુમીનીયમની નાની ધાતુની પાઈપથી એક ગેસના બોટલ માંથી બીજા ગેસના બોટલમાં ગેસનું રીફીલીંગ કરતા જણાયેલ.એલસીબીની ટીમે સ્થળ ઉપરથી ત્રણ ઈસમો (૧) ઈમામ જમાલખાન સીંધી  હાલ રહે. રાજપારડી તા.ઝઘડિયા જી.ભરૂચ મુળ રહે.રાજસ્થાન (૨) શ્યામલાલ બાબુલાલ બિશ્નોઈ હાલ રહે.રાજપારડી તા.ઝઘડિયા અને મુળ રહે. રાજસ્થાનના તેમજ (૩) વિપુલભાઈ પ્રદીપભાઈ મકવાણા રહે.રુંઢ ગામ તા.ઝઘડિયાનાને ઝડપી લઈને અન્ય ઈસમ અલ્લા બક્સ સખી હાલ રહે.ઝવેરનગર  ઉમલ્લા તા.ઝઘડિયા અને મુળ રહે.રાજસ્થાનનાને વોન્ટેડ જાહેર કરીને રાજપારડી પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.એલસીબી ની ટીમે આ ગુના હેઠળ  ઘરેલુ વપરાશના ગેસના બોટલ નંગ ૭૦ કિંમત રૂપિયા ૧,૬૭,૦૯૦, કોમર્શીયલ વપરાશના ગેસના ભરેલા બોટલ નંગ ૫ કિંમત રૂપિયા  ૨૧,૦૦૦,‌ એક ટેમ્પો કિંમત રૂપિયા  ૪,૦૦,૦૦૦ ,  મોબાઇલ ફોન નંગ  ૩ કિંમત રૂપિયા  ૧૫,૦૦૦, એલ્યુમિનિયમની  ભુંગળી નંગ ૧ કિંમત રૂપિયા ૧૦૦, વજન કાંટો નંગ-૧ કિંમત રૂપિયા ૫૦૦,ગેસ બીલની પાવતી નંગ-૭૦ તેમજ પ્લાસ્ટિકના ઈન્ડેન કંપનીના ગેસની બોટલ પર લગાવવાના સીલ નંગ ૧૦ મળી કુલ રૂપિયા  ૬,૦૩,૬૯૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.વધુમાં જણાવાયા મુજબ આ ગુના હેઠળ પકડાયેલ આરોપીઓએ અન્ય વોન્ટેડ આરોપી અલ્લા બક્સ સખી હાલ રહે.ઝવેરનગર ઉમલ્લાના કહેવા મુજબ સારસા ઈન્ડેન ગેસની એજન્સીમાંથી ઈન્ડેન ગેસની શીલબંધ બોટલો ભરીને  ગ્રાહકોને ડીલિવરી આપતા પહેલા રસ્તામાં રૂંઢ ગામની સીમમાં ખેતરમાં લઈ જઈને પકડાયેલ ડ્રાઈવર ઈમામ જમાલખાન સીંધી તથા હેલ્પર શ્યામલાલ બાબુલાલ બિશ્નોઈ ટેમ્પામાં ભરેલ ગેસના સીલબંધ ઘરેલુ વપરાશના બોટલોના શીલ તોડી ધાતુની પાઈપ વડે પોતાની સાથે ટેમ્પામાં લાવેલ કોમર્શીયલ ગેસના બોટલોમાં ગેસ ભરીને પાછુ ડોમેસ્ટીક બોટલ ઉપર પોતે સાથે લાવેલ શીલ મારી દઈ ડોમેસ્ટીક ગેસની બોટલમાંથી ગેસની ચોરી કરીને  ભરેલ કોમર્શીયલ ગેસના બોટલનું છુટક વેચાણ કરતા હતા અને આ વખતે પકડાયેલ ઈસમ પ્રદીપભાઈ મકવાણા બહાર કોઈ આવી ન જાય તેની દેખ રેખ રાખતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!