google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeવાલિયા પોલીસ મથકમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આઠ આરોપીઓને ભરૂચ...

વાલિયા પોલીસ મથકમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આઠ આરોપીઓને ભરૂચ એલસીબીએ ઝડપી લીધા

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિશ્વાસધાત તથા પ્રોહિબીશનના ગુનામાં વોન્ટેડ આઠ આરોપીઓને વાલિયાના સિલુડી ચોકડી ખાતેથી ઝડપી લીધા હતા.ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં નાસતા ફરતા,વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક કામગીરી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.વાળાએ એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓને ભરૂચ જીલ્લાના તમામ પોલીસ મથકોમાં નંધાયેલ ગુનાઓ હેઠળ નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્ર કરીને તેવા આરોપીઓને  શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ.દરમિયાન એલસીબી પીએસઆઈ  ડી.એ.તુવર ટીમ સાથે વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી  મળેલ કે વાલિયા પોલીસ મથકના ગુનામાં પકડવાના બાકી આરોપીઓ હાલ સિલુડી ચોકડી ખાતે ભેગા થયેલ છે,એલસીબીની ટીમે  મળેલ બાતમીના આધારે સિલુડી ચોકડી ખાતેથી પોલીસ  ધરપકડથી બચવા નાસતા ફરતા આઠ આરોપીઓ (૧) પ્રવીણભાઈ શંકરભાઈ વસાવા રહે.જગુગામ તા.વાલિયા (૨) દેવેન્દ્રભાઈ વસંતભાઈ વસાવા રહે. દેસાડ ગામ તા.વાલિયા (૩) સંજયભાઈ સતિષભાઇ વસાવા રહે.હીરાપોર તા.વાલિયા (૪) અનિલકુમાર રમેશભાઈ બૈશાની રહે.હીરાપોર તા.વાલિયા (૫) મહેશભાઈ ઉર્ફે મસો સુકાભાઈ વસાવા રહે.સિલુડી ચોકડી વાલીયા તા.વાલિયા (૬) હરીશભાઈ રાજુભાઈ વસાવા રહે.ડહેલી તા.વાલિયા, (૭) સતિષભાઈ કેસુરભાઈ વસાવા રહે.નલધારી ગામ તા.વાલિયા તેમજ (૮) અનિલભાઈ ઉર્ફે લાલો વિજયભાઈ વસાવા રહે. ડુંગરી ગામ તા.વાલિયા જી.ભરૂચનાને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!