google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeભરૂચ એલસીબીએ રાજપારડી અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ગુનામાં નાસતો ફરતો આરોપી...

ભરૂચ એલસીબીએ રાજપારડી અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી લીધો

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી અને રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ નાસતા ફરતા આરોપીને રઝલવાડા ગામના બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા,વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક કામગીરી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપેલ જેના અનુસંધાને ભરૂચ એલસીબીના પીઆઈ એમ.પી.વાળાએ એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓને ભરૂચ જીલ્લાના તમામ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓ હેઠળ નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્ર કરીને તેમને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપેલ હતી.આ દરમ્યાન ગતરોજ એલસીબી પીએસઆઈ એમ.એમ.રાઠોડ ટીમ સાથે રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે રાજપારડી અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમાં નોંધાયેલ ગુનાઓ હેઠળ નાસતો ફરતો આરોપી જનકભાઈ રતનભાઈ વસાવા રહે.ચિકલોટા તા.નેત્રંગ જી.ભરૂચના રઝલવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે હાજર છે.જેના પગલે એલસીબીની ટીમને મળેલ બાતમી મુજબના સ્થળે જઈને સદર ઈસમને ઝડપી લીધો હતો.આ ઈસમ છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો હતો.ભરૂચ એલસીબીની ટીમે સદર ઈસમ જનકભાઈ રતનભાઈ વસાવા રહે.ચિકલોટા તા.નેત્રંગ જી.ભરૂચનાને રઝલવાડા ગામના બસ સ્ટેન્ડ ખાતેથી પકડી લઈને આગળની વધુ તપાસ માટે રાજપારડી પોલીસને સોંપી ત્યાર બાદ અંક્લેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા કાયદેસરની કાર્યવાહી હાથધરાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!