અંક્લેશ્વર,
અંક્લેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા પોકસોના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીએ સાધુનો વેશ ધારણ કરી ફરતા આરોપીને બાલાસિનોરના પરબીયા ગામ આશ્રમ માંથી
ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં નાસતા ફરતા અને પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા સુચના આપી હતી.જે સૂચનાના આધારે ભરૂચ એલસીબી ટીમના ઈન્ચાર્જ પી.આઈ એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ ભરૂચ જીલ્લાના તમામ પોલીસ મથકના નાસતા ફરતા,પેરોલ જમ્પના આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢવાના પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકના પોક્સો એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી નવલ ઉર્ફે કાળીયો ચંદુભાઈ ભાભોર સાધુના વેશમાં બાલાસિનોરના પરબીયા ગામ પાસે આવેલ લીલવણીયા મહાદેવ આશ્રમ ખાતે રહે છે.જેવી બાતમીના આધારે પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા અને મૂળ દાહોદના અને હાલ પરબીયા ગામના લીલવણીયા મહાદેવ આશ્રમમાં રહેતો નવલ ઉર્ફે કાળીયો ચંદુભાઈ ભાભોરને ઝડપી પાડી તેને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને હવાલે કરતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.