google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeCrimeભરૂચ એલસીબીએ ઉમલ્લા ખાતે થયેલ સોનાની ચોરીનો તેમજ કીમ પોલીસ મથકમાં નોંધાયેલ...

ભરૂચ એલસીબીએ ઉમલ્લા ખાતે થયેલ સોનાની ચોરીનો તેમજ કીમ પોલીસ મથકમાં નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો

- કુલ રૂપિયા ૬૪૦૧૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો જયારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉમલ્લા નગરમાં આશરે બે મહીના અગાઉ સોનીની દુકાનમાં થયેલ સોનાની ચોરીનો તેમજ કીમ પોલીસ મથકમાં નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલીને આ ગુના હેઠળ એક ઈસમને રૂપિયા ૬૪૦૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઈન્ચાર્જ પીઆઈ એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ ગતરોજ એલસીબી પીએસઆઈ આર.કે.ટોરાણી ટીમ સાથે ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ઉમલ્લા નગરમાં આશરે બે મહીના પહેલા સોનીની દુકાનમાં થયેલ ચોરીમાં અંધારકાછલા ગામનો ભોલા વસાવા સંડોવાયેલ છે અને જે હાલમાં ઝઘડિયાથી વાલિયા જવાના ત્રણ રસ્તા પાસે બાઈક લઈને ઉભો છે.એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા સદર ઈસમ મોટર સાયકલ સાથે દેખાતા તેને પકડી લીધો હતો અને ચોરી બાબતે તેની પુછપરછ કરતા સદર ઈસમે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહી,જેથી તેના ઉપર શંકા જતા તેની સઘન પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને જણાવેલ કે બે મહીના પહેલા તેણે તથા તેના ગામના કરણ ગુરુદેવ વસાવાએ ભેગા મળીને સોનીની દુકાન માંથી સોનાની ચેઈનની ચોરી કરી હતી.ઉપરાંત તેની પાસેથી મળી આવેલ બાઈક નંબર પ્લેટ વગરનું હોઈ તેના પર શંકા જતા મોટર સાયકલના કાગળો માંગતા તેણે નહી હોવાનું જણાવેલ,જેથી આ મોટર સાયકલ બાબતે પુછપરછ કરતા તેણેે કબુલાત કરેલ કે સદર બાઈકની તેણે તથા ગામના કરણ વસાવાએ આશરે દોઢેક મહીના પહેલા કીમ ફાટક પાસેથી ચોરી કરી હતી.એલસીબીની ટીમે પકડાયેલ ઈસમ ભોલાભાઈ વસંતભાઈ વસાવા રહે.અંધારકાછલા ગામ તા.ઝઘડિયા જી.ભરૂચનાને અટકમાં લઈને આગળની તપાસ માટે ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો અને અન્ય ઈસમ કરણભાઈ ગુરુદેવ વસાવા રહે.અંધારકાછલા ગામ તા.ઝઘડિયા જી.ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને ઉમલ્લા પોલીસ તેમજ કીમ પોલીસને જાણ કરી હતી.એલસીબીએ પકડાયેલ ઈસમ પાસેથી ચોરી માંથી ભાગમાં આવેલ રોકડા રૂ, ૧૪,૦૧૦,એક બાઈક કિંમત રૂપિયા ૫૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૬૪,૦૧૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!