(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચના કોલેજ રોડ પરથી ચોરીમાં ગયેલ એક મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડી મોબાઈલ ચોરીનો ભેદ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાંખ્યો હતો.
ભરૂચ જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે ઉચ્ચ અધિકારીઓ તરફથી અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા પોલીસને સુચના આપેલ,જેના અનુસંધાને ભરૂચ એલસીબીની ટીમ ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળેલ કે રાજપારડીના નેત્રંગ રોડ ઉપર એક ઈસમ સસ્તામાં મોબાઈલ વેચવા માટે આંટા ફેરા કરે છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે નેત્રંગ રોડ ઉપર તપાસ કરતા બાતમી વાળો ઈસમ મળી આવેલ હતો.જેનીઅંગ જડતી કરતા તેની પાસેથી ચોરીમાં ગયેલ વીવો કંપનીનો મોબાઈલ નંગ-૦૧ કિં રૂ. ૧૬,૪૯૯ નો મળી આવેલ.એલસીબીએ આ મોબાઈલ કબ્જે લઈને પકડાયેલ ઈસમને કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે રાજપારડી પોલીસ મથક ખાતે સોંપી ભરૂચ શહેર સી ડિવીઝન પોલીસને જાણ કરવામા આવી હતી.પકડાયેલ ઈસમ સુજીતકુમાર વિષ્ણુભાઈ વસાવા રાજપારડી કરજણ કોલોની નેત્રંગ રોડ ખાતે રહે છે.
ભરૂચ એલસીબીની ટીમે ઝઘડિયાના રાજપારડી ખાતેથી ચોરીના મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી લીધો
- ભરૂચના કોલેજ રોડ પરથી ચોરીમાં ગયેલ મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડી ચોરીનો ઉકેલી નાંખ્યો હતો