google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ક્પની માંથી શંકાસ્પદ ચોરીના...

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ક્પની માંથી શંકાસ્પદ ચોરીના બાઈક સાથે એક ઈસમને ઝડપી લીધો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક કંપનીમાથી એક ઈસમને શંકાસ્પદ ચોરીના બાઈક સાથે ઝડપી લીધો હતો.ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં ગુનાઓ  અટકાવવા તેમજ વણશોધાયેલ વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા અસરકારક  કામગીરી કરવા સુચના આપેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ ગતરોજ પીએસઆઈ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન  બાતમી  મળેલ કે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વેલીયન્ટ ઓર્ગેનિક કંપનીમાં એક ઈસમ શંકાસ્પદ મોટર સાયકલ લઈને હાજર છે.એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા બાતમી મુજબનો ઈસમ નંબર પ્લેટ વગરની મોટર સાયકલ  સાથે મળી આવતા તેની પાસે મોટર સાયકલના બીલ પુરાવા માંગતા તે મળી શકેલ નહિ અને સદર ઈસમ કોઈ સંતોષજનક જવાબ આપી શકેલ નહિ.જેથી મોટર સાયકલના માલિકનો સંપર્ક કરતાં જણાયું હતું કે આશરે બે મહિના પહેલા આ મોટર સાયકલ  સુરત ખાતેથી ચોરાયેલ હતી.એલસીબી પોલીસે આ મોટર સાયકલ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ ની કબજે લઈને સદર ઈસમ  ચેતનભાઈ ઉર્ફે લાલુ શરદભાઈ પાટીલ  હાલ રહે. માલજીપુરા તા.ઝઘડિયા જી.ભરૂચ અને મુળ રહે. બાલાજી ટાઉનશીપ ડીંડોલી સુરતનાને ઝડપી લઈને આગળની તપાસ માટે ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!