google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeStoriesભરૂચ લોકસભાનો ચૂંટણી સંગ્રામ : ભરૂચ બેઠક પર જામશે ખરાખરીનો જંગ

ભરૂચ લોકસભાનો ચૂંટણી સંગ્રામ : ભરૂચ બેઠક પર જામશે ખરાખરીનો જંગ

- આ બેઠક પરથી ભાજપે મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધન માંથી ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે - આ વખતે છોટુ વસાવા નહીં પણ તેમના નાના પુત્ર દિલીપ વસાવા BAP તરફથી ચૂંટણી લડશે

  • આ બેઠક પરથી ભાજપે મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધન માંથી ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે
  • આ વખતે છોટુ વસાવા નહીં પણ તેમના નાના પુત્ર દિલીપ વસાવા BAP તરફથી ચૂંટણી લડશે
    લોકસભાની ચૂંટણીને લઈ દેશ ભરમાં રાજકીય ઉત્તેજના જણાઈ રહી છે જોરશોરથી સામ સામે ચૂંટણી વેગીલો ચૂંટણી પ્રચારના પડઘમ હવે શમી ગયા છે.ત્યારે હવે કૌન બનેગા એમપીની ચર્ચા શરૂ થઈ છે.ભરૂચ લોકસભા મતવિસ્તારએ ગુજરાત રાજ્યના 26 લોકસભા (સંસદીય) મતવિસ્તારો પૈકીનો એક છે.તે સામાન્ય શ્રેણીની સંસદીય બેઠક છે.તેમાં સમગ્ર ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે અને નર્મદા જિલ્લાનો ભાગ અને વડોદરા જિલ્લાનો ભાગનો પણ સમાવેશ થાય છે.ભરૂચ લોકસભા બેઠક પર નજર કરવામાં આવે તો ભરૂચ લોકસભા બેઠક હેઠળ કરજણ, દેડિયાપાડા,જંબુસર,વાગરા,ઝઘડિયા,ભરૂચ, અંકલેશ્વર વિધાનસભાની બેઠકનો સમાવેશ થાય છે.
    ભાજપ ગુજરાતમાં તમામ બેઠક પર જીતની હેટ્રીક સાથે ૫ લાખથી વધુની લીડથી જીતવાની તૈયારી સાથે મેદાને ઉતરી છે.ત્યારે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની ૨ બેઠક પર ગઠબંધન કર્યું છે.જેમાં ભાવનગર અને ભરૂચ બેઠકનો સમાવેશ થાય છે.અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હતી.અહેમદ પટેલના પુત્રએ ભલે નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ આ બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.ત્યારે હવે આ બેઠક પર બહુ પાંખિયો જંગ જામવાનો છે.
    ભરૂચ બેઠક પર જામશે ખરાખરીનો જંગ,જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ અને ઈતિહાસ.. આ બેઠક પરથી ભાજપે મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે.બીજી તરફ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે.વખતે છોટુ વસાવા નહીં પણ તેમના નાના પુત્ર દિલીપ વસાવા BAP તરફથી ચૂંટણી લડશે.
    ભરૂચ બેઠક પરથી છેલ્લે ૧૯૮૪ માં અહેમદ પટેલ ચૂંટણી જીત્યાની સાથે જીતની હેટ્રીક પણ લગાવી હતી.જોકે ત્યાર બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ ૨ વખત આ બેઠક પરથી ચૂંટણી હારી ચૂક્યા છે અને વર્ષે ૧૯૮૪ બાદ કોંગ્રેસ એક પણ વખત અહીથી ચૂંટણી નથી જીત્યું.કોંગ્રેસ સતત ૧૦ વખત અહીથી ચૂંટણી હાર્યું છે.૩૫ વર્ષથી ભાજપ આ બેઠક પરથી નેતૃત્વ કરે છે.ત્યારે હવે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણીના મેદાને ઉતર્યા છે.બીજી તરફ આ બેઠક પર છોટુ વસાવાની નજર છે તેમણે પોતાના પુત્ર દિલીપ વસાવાને મેદાને ઉતાર્યા છે.
  • મનસુખ વસાવાનો આ બેઠક પર દબદબો રહ્યો છે
    આ બેઠક પર અહેમદ પટેલને વર્ષે ૧૯૮૯ ચંદુભાઈ દેશમુખે હરાવ્યા હતા।તે સતત ચાર વખત ચૂંટણી જીત્યા હતા.ત્યાર બાદ વર્ષ ૧૯૯૮ માં આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાનાને મેદાને ઉતાર્યા હતા અને તેમણે આ બેઠક પોતાના નામે કરી છે.અનેક વખત પક્ષને સામે જનાર મનસુખ વસાવાને આ બેઠક પર ઉમેદવાર ભાજપે ફરી એક વાર બનાવ્યા છે.મનસુખ વસાવા આ બેઠક પર વર્ષ ૧૯૯૮,૧૯૯૯,૨૦૦૪,૨૦૦૯,૨૦૧૪,૨૦૧૯ એમ છ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે.
    ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે કરજણ, દેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ,અંકલેશ્વરમાં આ ૭ બેઠકોના મત પર નજર કરવામાં આવે તો આ સાત વિધાનસભાની બેઠકમાં ભાજપને કુલ ૬,૧૬,૪૬૧ મત મળ્યા છે.જ્યારે કોંગ્રેસને ૩,૧૯,૧૩૧ મત મળ્યા છે.આ ઉપરાંત આમ આદમી પાર્ટીને ૧,૫૪,૯૫૪ મત મળ્યા છે.જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન આ બેઠક પર ચૂંટણી લડે તો ભાજપને ટક્કર આપી શકે છે.વર્ષ ૨૦૨૨ ની ચૂંટણી મુજબ જોવા જઈએ તો ૧,૪૦,૦૦૦ થી વધુ મતનો તફાવત રહે છે.
    કરજણ બેઠક પર ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ વિજેતા થયા હતા,દેડિયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વિજેતા થયા હતા.જેમને આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક માટે મેદાને ઉતાર્યા છે.જંબુસર બેઠક પર ભાજપના ઉમેદવાર દેવકિશોરદાસની વિજેતા હતા.વાગરા બેઠક પર ભાજપના ઉમેદવાર અરુણસિંહ વિજેતા થયા હતા.ઝઘડિયા બેઠક પર ભાજપના રીતેશકુમાર વસાવા વિજેતા થયા હતા.ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રી વિજેતા થયા હતા.અંકલેશ્વર બેઠક પર ભાજપના ઈશ્વરભાઈ પટેલ વિજેતા થયા હતા.
  • વૉટશેર જોઈએ તો
    વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસનો વૉટશેર ૨૬.૮ ટકા હતો જ્યારે ભાજપનો વૉટશેર ૫૧.૭ ટકા હતો
    વર્ષ ૨૦૧૭ ની વિધાસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વૉટશેર ૨૯.૩ ટકા જ્યારે ભાજપનો વૉટશેર ૪૬.૬ ટકા હતો.
    વર્ષ ૨૦૧૨ ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વૉટશેર ૩૭.૩ ટકા જ્યારે ભાજપનો વૉટશેર ૪૬ ટકા હતો
    આ સાથે જો લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ૨૦૦૯ ની ચૂંટણીમાં કોંગ્રેસનો વૉટશેર ૩૭.૯ ટકા હતો જ્યારે ભાજપનો વૉટશેર ૪૧.૫ ટકા હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૧૪ ની ચૂંટણીની વાત કરવામાં આવે તો કોંગ્રેસનો વૉટશેર ૩૭.૩ ટકા હતો.જ્યારે ભાજપનો વૉટશેર ૫૧.૮ ટકા હતો.ત્યાર બાદ વર્ષ ૨૦૧૯ ની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસનો વૉટશેર ૨૬.૬ ટકા હતો જ્યારે ભાજપનો વૉટશેર ૫૫.૮ ટકા હતો.
    BTP નેતા છોટુ વસાવા આ બેઠક પર રાજકીય સમીકરણ બગાડી શકે છે.ઝઘડિયા બેઠક પર ભલે છોટુ વસાવા વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણી હાર્યા હોય પરંતુ આ વિસ્તારમાં તેમનો દબદબો રહ્યો છે.બીજી તરફ આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર MLA ચૈતર વસાવા પણ છોટુ વસાવાના શિષ્ય માનવામાં આવે છે.૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં મનસુખ વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શેરખાન અબ્દુલશકુર પઠાણને ૩,૩૪,૨૧૪ મતોથી હરાવ્યા હતા.તે ચૂંટણીમાં ઝગરીયાના ધારાસભ્ય છોટુ વસાવાને ૧,૪૪,૦૮૩ મત મળ્યા હતા.આ મુજબ કોંગ્રેસ અને AAPનો સંયુક્ત ઉમેદવાર ચૂંટણી લડશે તો છોટુ વસાવા એક મોટું પરિબળ બની રહેશે.આ સથે જ સાથે ભાજપ વિરોધી મતોનું ધ્રુવીકરણ થશે તો પાંચ લાખ મતોથી જીતવાનો ભાજપનો લક્ષ્યાંક જોખમાઈ શકે છે.પરંતુ હવે આ બેઠક પર છોટુ વસાવા સાથે AIMIM પણ ચૂંટણીના મેદાને જોવા મળશે.અંદાજિત આ બેઠક પર વસાવાના ૩૦ ટકા જેટલા મત છે.આ ઉપરાંત પટેલના ૧૧.૯ ટકા જેટલા મત છે.જ્યારે મુસ્લિમ મતોની વાત કરવામાં આવે તો આ બેઠક પર મુસ્લિમ સમાજના ૯.૫ ટકા મત છે.
  • કોનું પલડું ભારે રહ્યું?:
    વર્ષ ૧૯૫૭ – કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રશંકર ભટ્ટ વિજેતા થયા
    વર્ષ ૧૯૬૨ – કોંગ્રેસના ઉમેદવાર છોટુભાઈ પટેલ વિજેતા થયા
    વર્ષ ૧૯૬૭ – કોંગ્રેસના ઉમેદવાર માનસિંહજી રાણા વિજેતા થયા
    વર્ષ ૧૯૭૧ – કોંગ્રેસના ઉમેદવાર માનસિંહજી રાણા વિજેતા થયા
    વર્ષ ૧૯૭૭ – કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ વિજેતા થયા
    વર્ષ ૧૯૮૦ – કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ વિજેતા થયા
    વર્ષ ૧૯૮૪ – કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ વિજેતા થયા
    વર્ષ ૧૯૮૯ – ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખ વિજેતા થયા
    વર્ષ ૧૯૯૧ – ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખ વિજેતા થયા
    વર્ષ ૧૯૯૬ – ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખ વિજેતા થયા
    વર્ષ ૧૯૯૮ – ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખ વિજેતા થયા
    પેટા ચૂંટણી વર્ષ ૧૯૯૮ – ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિજેતા થયા
    વર્ષ ૧૯૯૯ – ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિજેતા થયા
    વર્ષ ૨૦૦૪ – ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિજેતા થયા
    વર્ષ ૨૦૦૯ – ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિજેતા થયા
    વર્ષ ૨૦૧૪ – ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિજેતા થયા
    વર્ષ ૨૦૧૯ – ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિજેતા થયા
    લોકસભાની ચૂંટણીને લઈને ભરૂચ બેઠક પર શરૂઆતથી જ હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ થઈ ચૂક્યો હતો.લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા એવી અટકળો હતી કે વર્તમાન સાંસદ મનસુખ વસાવાનું પત્તું કપાઈ શકે છે.પરંતુ ભાજપે તેમને રિપીટ કર્યા.આ બેઠક પરથી કોંગ્રેસ તરફથી અહેમદ પટેલની પુત્ર ફેઝલ પટેલ અથવા મુમતાઝ પટેલ ચૂંટણી લડે તેવી શક્યતાઓ હતી. બંને એ તૈયારીઓ પણ કરી દીધી હતી.ત્યારે લોકસભાની ચૂંટણીને ને લઈ ઈન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને સોંપવામાં આવી. ત્યારે હવે આ બેઠકલ માટે છોટુ વસાવાએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.આ બેઠક પરથી ભાજપે મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે. વખતે છોટુ વસાવા નહીં, પણ તેમના નાના પુત્ર દિલીપ વસાવા BAP તરફથી ચૂંટણી લડશે.
    મનસુખ વસાવા ભરૂચ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.૫ વર્ષ દરમ્યાન ૮૨ ટકા સાંસદમાં હાજરી આપી છે.આ સાથે તેમણે ૧૨૮ સવાલો પૂછ્યા છે.
  • આ ઉમેદવારો છે મેદાને :-
    ૧. ચૈતરભાઈ વસાવા – આમ આદમી પાર્ટી
    ૨. મનસુખભાઈ વસાવા – ભાજપા
    ૩. ચેતનભાઈ વસાવા – બસપા
    ૪. ગીતાબેન માછી – માલવા કોંગ્રેસ
    ૫. દિલીપભાઈ વસાવા – ભારત આદિવાસી પાર્ટી
    ૬. ઈસ્માઈલ અહમદ પટેલ – અપક્ષ
    ૭. ધર્મેન્દ્રકુમાર વસાવા – અપક્ષ
    ૮. નવીનભાઈ પટેલ – અપક્ષ
    ૯. નારાયણભાઈ રાવલ – અપક્ષ
    ૧૦. આબિદબેગ મિર્ઝા – અપક્ષ
    ૧૧. મિતેશ પઢિયાર – અપક્ષ
    ૧૨. યુસુફ વલી હસનાલી – અપક્ષ
    ૧૩. સાજિદ મુનશી – અપક્ષ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!