google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાંખિયો ચુંટણી જંગ જામશે : બાપ માંથી છોટુભાઈ...

ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાંખિયો ચુંટણી જંગ જામશે : બાપ માંથી છોટુભાઈ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ ફોર્મ ભરી નામાંકન કરાવ્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ભરૂચ લોકસભા બેઠક પર ભારત આદિવાસી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવવા માટે શક્તિ પ્રદર્શન સાથે છોટુભાઈ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં ચુંટણી અધિકારીને નામાંકન પત્ર સુપ્રત કર્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પહેલાથી જ હોટ ચર્ચાના સ્થાને રહી છે ત્યારે ગત ૧૫ એપ્રિલના રોજ ભાજપા માંથી સતત સાતમી વખત સાંસદ મનસુખ વસાવા એ ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ શક્તિ પ્રદર્શન બાદ જમા કરાવ્યું હતું.તો રામનવમીના દિવસે ઈન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવાએ જન આશીર્વાદ યાત્રા યોજી બીજા દિવસે બંન્ને પત્નિ અને કોંગ્રેસ-આપના આગેવાનોની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરી જીલ્લા કલેકટરને સુપ્રત કર્યું હતું. ત્યારે ફોર્મ જમા કરાવાના અંતિમ દિવસે છોટુભાઈ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા જેમની ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેરાત થઈ હતી તેમણે શક્તિ પ્રદર્શન સાથે જીલ્લા કલેકટર કચેરી પર પહોંચી પોતાનું નામાંકન કરાવ્યું હતું.જીલ્લા કલેકટર કચેરી પર નામાંકન પત્ર જમા કરાવા આવેલ દિલીપ વસાવાની મુલાકાત કચેરી પર ઈન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચૈતર વસાવા સાથે પણ થઈ હતી.આ પ્રસંગે ભારત આદિવાસી પાર્ટીના કાર્યકરો તેમજ દિલીપભાઈ વસાવાના સમર્થકો હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ ૬ ટર્મથી જીતતા આવતા સાંસદ સભ્ય મનસુખ વસાવા એ સત્ત સાતમી વખત ભાજપ માંથી ઉમેદવારી કરી છે.આપના ઉમેદવાર ચૈતર વસાવાની ઉમેદવારી બાદ તો હવે આદિવાસી સમાજના મસીહા ગણાતા છોટુભાઈ વસાવાનો પુત્ર દિલીપ વસાવા છે.ત્યારે આ ત્રિકોણીય ચૂંટણી જંગમાં ત્રણે ઉમેદવારો એક જ સમાજના હોવાથી આગામી દિવસમાં મતદારો કોને સાંસદ તરીકે પસંદ કરે છે તે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!