google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Thursday, December 5, 2024
HomeCrimeભરૂચમાં વૃદ્ધાને બંધક બનાવી અઢી લાખની લૂંટ ચલાવનાર બે લુંટારૂઓ ગણતરીના કલાકોમાં...

ભરૂચમાં વૃદ્ધાને બંધક બનાવી અઢી લાખની લૂંટ ચલાવનાર બે લુંટારૂઓ ગણતરીના કલાકોમાં એલસીબીના હાથે

- ઘરના પાછળના ભાગે કાચી દિવાલમાં બખોલું પાડી લૂંટારૂઓએ ઘરમાં પ્રવેશ કર્યો હતો - ઘરે મજૂરી કરવા આવેલા મજૂરોએ જ મકાનની રેકી કરી લૂંટને અંજામ આપ્યો હોવાનો ભાંડો ફૂટ્યો - ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ નાઈટ કોમ્બિંગ કરીને બંને લૂંટારૂઓને ભોલાવ બ્રિજ પાસેથી દબોચી લીધા

ભરૂચ,
ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં વૃદ્ધાને લૂંટારોએ દિવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી લૂંટને અંજામ આપ્યો હતો.જે ઘટનાનો ભેદ ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખી બે લુંટારૂ ગુનેગારોને દબોચી લેતા ગુનામાં વપરાયેલી મોટર સાયકલ પણ ચોરીની હોવાનો ભાંડો ફૂટ્યો છે અને લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ પોલીસે રિકવર કરવામાં સફળતા મેળવી છે.
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયા વિસ્તારમાં રહેતા રમીલાબેન પટેલના ઘરનું કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલી રહ્યું હતું અને તે દરમ્યાન મજૂરોની અવરજવર રહી હતી જેમાંના જ એક મજૂરે સમગ્ર લૂંટનો પ્લાન ઘડયો હોય તેઓ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.લૂંટને અંજામ આપનારા રીઢા ગુનેગારનાઓએ સૌ પ્રથમ તો ઘરની રેકી કરી વૃદ્ધાનો એકલતાનો લાભ લઇ મકાનની દીવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી મહિલાને ખાટલા સાથે બાંધી તેણીને માર મારી લૂંટને અંજામ આપ્યો હતો સમગ્ર ઘટનામાં ગુનો દાખલ થતા ભરૂચ એલસીબી પોલીસે સમગ્ર ઘટનાની જીણવટ ભરી તપાસ શરૂ કરી હતી અને મકાનમાં ચાલી રહેલી કામગીરી દરમ્યાન જેટલા પણ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરો હતા તેમના મજૂરો અને અન્યોની માહિતી મેળવવાની શરૂઆત કરી હતી અને ઘટના સ્થળના સીસીટીવીમાં પણ બે લૂંટારો કેદ થયા હોવાના કારણે પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
લૂંટના ગુનામાં વપરાયેલી મોટર સાયકલ ભરૂચ શહેરના ભોલાવ રોડ બ્રિજ નીચે સર્કલ પાસેથી બંને લૂંટારૂ પસાર થતા હોવાની માહિતી મળતા જ ભરૂચ એલસીબી પોલીસની ટીમોએ વોચ ગોઠવી હતી અને મોટર સાયકલ ઉપર રહેલા બંને સગા ભાઈ હોવાનું ફલિત થયું હતું અને મોટર સાયકલ શક્તિનાથ નજીકની એક સોસાયટી માંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.મોટર સાયકલ ચાલકે પોતાનું નામ અજય બચુ મેડા અને પાછળ સવાર ઉમેશ બચુ મેડા હોવાનું ઓળખ થઈ હતી અને કડક પૂછપરછ કરતા બંને શક્તિનાથ રેલ્વે ગરનાળા પાસે આવેલ પાણીની ટાંકી નજીક ઝુપડપટ્ટીમાં રહેતા હોવાનું ફલિત થયું હતું અને મૂળ રહેવાસી દાહોદના હોવાનું સામે આવતા કડક પૂછ પરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને ઝાડેશ્વર ગામમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

  • લૂંટને અંજામ આપતા પહેલા શાલીમાર નજીક કપડાની દુકાનને નિશાન બનાવી હતી
    ઝાડેશ્વર ગામમાં થયેલી લુટનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરતા તેમણે લૂંટને અંજામ આપતા પહેલા ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ શાલીમાર નજીકની એક કપડાની અને અન્ય એક કપડાની એમ બે દુકાનોને નિશાન બનાવી રોકડા રૂપિયાની ચોરી પણ કરી હોવાની ચોંકાવનારી કબુલાત કરતા રોકડા રૂપિયા પણ કબ્જે કરવામાં આવ્યા હતા અને લૂંટારૂઓએ હજુ અન્ય કેટલાક ગુનાઓને અંજામ આપ્યો છે તે દિશામાં પણ તપાસ શરૂ કરાય છે.
  • ઝડપાયેલા લુંટારૂઓ બંને સગા ભાઈ પાસેથી કબ્જે કરાયેલ મુદ્દામાલ
    હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ એક ૭૦ હજાર,રોકડા રૂપિયા ૧,૩૬૨,લૂંટમાં ગયેલ ૧ સેમસંગ મોબાઈલ ૧૦ હજાર, સોનાની કાનની ૨ કડીઓ કિંમત રૂપિયા ૨૭,૮૮૫,ચાંદીના ૩ સિક્કા કિંમત રૂપિયા ૨,૧૭૮, સીટીઝન કંપનીનું ૧ ઘડિયાળ કિંમત રૂપિયા ૧,૦૦૦, બગસરાના કાનના ૬ જુમખા કિંમત રૂપિયા ૩૦૦, પિત્તળ જેવા ધાતુની ૧ વાટકી કિંમત રૂપિયા ૧૦૦,ગણપતિની ૧ મૂર્તિ કિંમત રૂપિયા ૧,૦૦૦, કુબેર લક્ષ્મી ૧ યંત્ર કિંમત રૂપિયા ૫૦૦,૧ લેડીઝ પર્સ કિંમત રૂપિયા ૧૦૦ અને ૨ ચપ્પા કિંમત રૂપિયા ૧૦૦ મળી અંદાજે ૧,૧૫,૨૭૫ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!