google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ નંદેલાવ અને રહાડપોર પ્રાથમિક શાળામાં બાળકોનો શાળા પ્રવેશ...

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ નંદેલાવ અને રહાડપોર પ્રાથમિક શાળામાં બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો

ભરૂચ,

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભરૂચ તાલુકાના નંદેલાવ અને રહાડપોર પ્રાથમિક શાળા ખાતે તેમજ એમિટી હાઈસ્કૂલમાં બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ,”વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી માટે જ્ઞાનયજ્ઞ આરંભ કર્યો છે જેના ભાગરૂપે આજે નંદેલાવ અને રહાડપોર પ્રાથમિક શાળા ખાતે આપણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ મનાવી રહ્યા છીએ.ઘરમાં જો એક પણ વ્યક્તિ ભણશે તો પાછળની પેઢી પણ ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરશે.દિકરીઓ અભ્યાસ છોડી દેતી હતી જેના પગલે સરકારે દીકરીઓની ચિંતા કરી વિવિધ યોજનાઓ અમલી કરી છે.જેમ કે તાજેતરમાં જ  ‘નમો લક્ષ્મી’ અને ‘નમો  સરસ્વતી’ યોજના શરૂ કરી છે. તેમણે ગામ આગેવાનોને બાળકો અને દીકરીઓને ખાસ ભણાવવા અનુરોધ કર્યો હતો. વાલીઓને પણ શિક્ષકો અને શિક્ષણમાં લોકભાગીદારીથી મદદ કરવા અનુરોધ કર્યો હતો. શિક્ષણમાં સૌ આગળ વધે સૌ ભણે તેવા આપણે પ્રયત્નો કરીએ આવા ઉત્સવોથી બાળકો માટે ભણવાનું ખાસ વાતાવરણ બને છે.જે પ્રવેશ પામેલા બાળકો સહિત સૌને યાદગાર બનશે

આ વેળાએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સાથે ઉપસ્થિત મહાનુભાવોએ બાલવાટિકા અને ધો.૧ માં પ્રવેશ પામતા બાળકોને પાપા પગલી કરાવી હતી તેમજ રમકડાઓની કીટનું પણ વિતરણ કર્યું હતું તેમજ બાળકોમાં કપડાં અને ગણવેશનું વિતરણ કર્યું હતું.આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ દાતાઓનું સન્માન કર્યું હતું. ધારાસભ્યે આ તકે વૃક્ષારોપણ કર્યું હતું.        

આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,તાલુકા પંચાયતના સભ્ય જયશ્રીબેન વાચ્છાણી, સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશભાઈ મેકવાન, શાળાના શિક્ષકો,બાળકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો સહિત ગ્રામ તેમજ તાલુકાના અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!